37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇમાં ગઢભવાની કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો

દર્ભાવતી-ડભોઇમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મેદાન ખાતે માં ગઢભવાની કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ ને વૈષ્ણવાચાર્ય પૂજપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રી દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો

ઐતિહાસિક નગરી ડભોઇ ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતાના પ્રમુખ સ્થાને ગઢભવાની કલ્ચરલ ગ્રુપ દ્વારા સતત આઠમા વર્ષે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ના મેદાન ખાતે માં શક્તિની આરાધના ના પર્વ નવરાત્રી ને અનુલક્ષી ડભોઇ નવરાત્રી મહોત્સવ” નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

ઉત્સાહી આયોજક ગ્રુપ દ્વારા ચાલુ વર્ષે ઓપરેશન સિંદૂર ની થીમ હેઠળ સમગ્ર ગરબા ગ્રાઉન્ડ ને તિરંગા ના રંગથી આકર્ષક રીતે સુશોભિત કરાયું છે સતત આઠમાં વર્ષે પણ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી મહારાજશ્રી એ આસો સુદ એકમ સોમવારના રોજ નવરાત્રી મહોત્સવ ના પ્રથમ દિને મુખ્ય ઉદઘાટક પદે ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી મહોત્સવને ખુલ્લો મુક્યો હતો અને કપાળે તિલક તોજ ગરબા મેદાનમાં પ્રવેશ ના નિયમને આવકાર્યો હતો
નવરાત્રી મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય પુરાણી સ્વામી, ડભોઇ નગરપાલિકા બ્રહ્મ જાગૃતિ મંચના મીનાબેન મહેતા,VYO ના ઉપપ્રમુખ ધ્રુમિલ મહેતા, જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિ, ડૉ બી જે બ્રહ્મભટ્ટ, ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન સોલંકી આયોજક મંડળના ભાવેશભાઈ નડાવાળા, નરેન્દ્ર સિંહ અડોદરિયા, સુનિલભાઈ બેન્કર ડીવાયએસપી આકાશ પટેલ, પીઆઇ કે જે ઝાલા સહિતના આગેવાનો-મહાનુભાવો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા

Related posts

યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીને એડમિશન આપ્યા બાદ તેને કેન્સલ કરી દેવામાં આવ્યું

admin

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં શ્રી ઈચ્છાપૂર્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું.

admin

શિયાળાની ઠંડીનું આગમન થતાની સાથે જ ડભોઇ બજારોમાં વસાણાની ચીજવસ્તુઓની માંગ વધી

admin

Leave a Comment