Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

વિસાવદર તાલુકા અનુસૂચિત જાતિ સમાજના નવા હોદ્દેદારોની થઈ નિમણૂક

વિસાવદર તાલુકાના અનુસૂચિત સમાજના પ્રમુખ ઉપપ્રમુખ ખજાનચી ની નિમણૂક કરવામાં આવી હતી વિસાવદર ધર્મશાળા ખાતે અનુસૂચિત સમાજના અગ્રણીઓ આગેવાનો કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સર્વાનુમતે પ્રમુખ તરીકે ખોડાભાઈ અમરાભાઇ મકવાણા તેમજ ગ્રામ્ય ઉપપ્રમુખ અરવિંદભાઈ જીણાભાઇ ગૅંગડા શહેરી ઉપપ્રમુખ તરીકે જેન્તી ભાઈ દાફડા તથા ખજાનસી રાહુલભાઈ દાફડા લેરિયા ની સર્વનો મતે વરણી કરવામાં આવી હતી નવા વરાયેલા અનુસૂચિત સમાજના આ હોદ્દેદારોનું સાલ ઓઢાડી પુષ્પગુસ અને પુષ્પાહારથી સન્માન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો અને ઉપસ્થિત કાર્યકર્તાઓએ તેમને વરણી આવકારી હતી આ સમયે ઉપરોક્ત નવા હોદ્દેદારોએ શપથ લેતા જણાવ્યું હતું કે અમે સમાજ ના કાર્યો માટે હંમેશા તપ્તપર રહેશું અને અમારી સેવા સમાજને આપીશું અને સમાજના છેવાડાના માનવી સુધી અમારી સમાજ સેવા પહોંચાડીશું આમ વિસાવદર ના અનુસૂચિત સમાજના આ નવા હોદ્દેદારો ની વરણી સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો રિપોર્ટર ભનુ ભાઈ સાસીયા વિસાવદર

Related posts

ધુળેટીના મહાપર્વ નિમિત્તે માંગરોળ ખાતે લાલજી મંદિરેથી પરંપરાગત નગરયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

admin

લાયન્સ કલબ વિસાવદર દ્વારા બાળકોને નાસ્તો પીરસાયો.

admin

વિધવાબેનોના બાળકો ,વિધુરભાઇઓના બાળકો તથા દિવ્યાંગ પરિવારના બાળકોને વિનામૂલ્યે શિક્ષણીક કીટનું વિતરણ

admin

Leave a Comment