40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

લાભ પાંચમના શુભ મુહૂર્તમાં ફરી બજારો ધમધમતા થયા

વડોદરા દિપાવલી પર્વના 5 દિવસ સુધી શહેરમાં બજારો દુકાનો અને એપીએમસી સહિત બંધ રહ્યા હતા. ત્યારે આજે લાભ પાંચમના શુભ મુહૂર્તમાં ફરી ધંધા રોજગાર સહિત શરૂ કરવામાં આવતા ફરી બજારો ધમધમતા થશે. દિપાવલીના તહેવારોના 5 દિવસ માટે લોકોએ નવા વર્ષની ઉજવણી કરી હતી. ત્યારે દિવાળીના તહેવારોની રજા બાદ લાભ પાંચમના દિવસથી ધંધા રોજગાર ફરી શરૂ કરવાની પરંપરા રહી છે. આથી આજે લાભ પાંચમ નિમિત્તે ફરીથી જિલ્લાની બજારો અને ધંધા રોજગાર ફરી ધમધમતા થનાર છે. જેમાં શહેરની મહેતા માર્કેટ, નાની માર્કેટ, મોટી માર્કેટ સહિત બજારો-દુકાનો આજે મુહૂર્ત કરી ફરીથી ખુલ્લી મૂકાશે. જિલ્લાભરની એપીએમસીઓ જે દિવાળીના તહેવાર બાદ ફરી ધમધમતા ખેડૂતો જણશો લઇને આવતા ફરી ખરીદી કરવા સાથે એપીએમસી પણ ખુલ્લી મૂકાશે. આમ 5 દિવસની રજાઓ બાદ લાભ પાચમે ફરી ધંધા રોજગાર ધમધમતા થશે.

Related posts

જગદગુરુ રામાનંદાચાર્ય દક્ષિણ પીઠ, નાણિજધામ ( મહારાષ્ટ્ર) વાર્ષિક રકતદાન મહાયજ્ઞ કેમ્પ યોજાયો…

admin

વડોદરા શહેરના ન્યુ સમા રોડ વિસ્તારમાં ધોળા દિવસે ચોરી થવાનો બનાવ બન્યો

admin

વડોદરામાં રોયલ મેળામાં દુર્ઘટનાનો મામલો

admin

Leave a Comment