36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શરદપૂર્ણિમા ના પાવન અવસરે શહેરના સૂરસાગર કિનારે આવેલા મહારાષ્ટ્રિયન સમાજના ભગવાન ખંડોબા દાદાના મંદિરે ભજન કિર્તન મહા આરતીનું પાંચમા વર્ષે આયોજન કરાયું

આસો સુદ પૂર્ણિમા જે શરદપૂર્ણિમા તથા કોજાગરી પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે તમામ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તે જ રીતે સતત પાંચમા વર્ષે વિઠ્ઠલ રખુમાઇ ચેરિટેબલ ટ્રસ્ટ તથા વારકરી સંપ્રદાયના સભ્યો દ્વારા શહેરના મધ્યે આવેલા સૂરસાગર કિનારે મહારાષ્ટ્રિયન સમાજના ભગવાન એવા મસોબાદાદાના અને સતી આશરાના મંદિર ખાતે ભજન સંધ્યા તેમજ મહા આરતીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વારકરી સંપ્રદાયના ભજન મંડળદ્વારા ભજન કિર્તન કરવામાં આવ્યું હતું સાથે જ મહા આરતીમાં પૂર્વ ડેપ્યુટી મેયર અને વોર્ડ-14ના મ્યુનિ. કાઉન્સિલર નંદાબેન જોશી, જેલમબેન ચોક્સી તથા હરેશભાઇ જીનગર સાથે જ વોર્ડ નં.7ના કાઉન્સિલર શ્વેતાબેન ઉતેકર, ,કિર્તનકાર નારાયણ સખારામ જાધવ, ઉધ્યોગપતિ તથા વિઠ્ઠલ રખુમાઇ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ દિપક જાધવ તથા તેમના ધર્મપત્ની, સેક્રેટરી રવિન્દ્ર સાળુંકે, અશોક પવાર મહારાજ, ધોન્ડિરામ ચંદ્રુ મોરે, હનુમાન ગણપત ઉતેકર મહારાજ, ભાવેશ મહારાજ અશોક સુરાજે તથા જાગૃતિ ભજન મંડળ ગોત્રી, તરસાલી ભજન મંડળ ,રત્નાગીરી મહામંડલ અધ્યક્ષ શાંતારામ પવાર, વડોદરા ફાયરબ્રિગેડના ઓફિસર વિનોદ બાલા સાહેબ, મોહિતે રવિન્દ્ર કદમ, વિશાલ શિંદે તથા નારાયણ દાદા ઘસાડે ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

વિશ્વકર્મા ભગવાનની જન્મજયંતીએ વડોદરાના વાડી વિસ્તારમાં ભક્તોની ભારે ભીડ

admin

નર્મદા વસાહતના વિકાસ મુદ્દે રાજકારણ ગરમાયું: મધુ શ્રીવાસ્તવે ધારાસભ્ય પર પ્રહાર કર્યો

admin

કવાંટ પોલીસ સ્ટેશન ખાતે નોંધયેલ ઘરફોડ ચોરીના ગુનાના આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ…

admin

Leave a Comment