33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
પંચમહાલ જિલ્લોહાલોલ

હાલોલ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા અનેક લોકોને આંખોમાં અને ગાળા માં બળતરા થવાની ઘટના બની

હાલોલ નજીક મધવાસ ગામના રોડ ઉપર કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા ટેન્કર માંથી ફોર્માલ્ડીહાઈડ (CH2O) તરીકે ઓળખાતું 37 ટકા જ્વલનશીલ કેમિકલ હવામાં ભળવાથી અનેક લોકોને આંખોમાં અને ગાળા માં બળતરા થવાની ઘટના બની છે. હાલોલ ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને ટેન્કર ઉપર પાણી નો મારો ચલાવી હવામાંથી કેમિકલ નું રિએક્શન ઓછું કરવાનો પ્રયાસ કરાયો હતો. જાણકારી મળી છે ત્યાં સુધી જે કંપની નું ટેન્કર હતું તે કંપની ના ફાયરમેન દ્વારા કેમિકલ ભરેલા ટેન્કર નો વાલ બંધ કરતા મોટી દુર્ઘટના સર્જાતા અટકી છે.

અકસ્માત નજીક માંજ અન્ય એક કંપની માં મોટરસાયકલ ઉપર નોકરી ઉપર જઈ રહેલા બે કામદારો ને આ કેમિકલ યુક્ત વાતાવરણ ની હવા આંખો માં લાગવાથી આંખે અંધારા આવી જતા મોટરસાયકલ ચાલક થી તેનું બાઇક અન્ય એક વાહન સાથે ભટકાઈ જતા થયેલા અકસ્માત માં બાઇક ચાલાક નું મોત નીપજ્યું હોવાની વાત પણ સામે આવી છે. ત્યારે આ બાબતે તપાસ કરતા ટેન્કર માંથી કેમિકલ ઢોળાતા થયેલા અકસ્માત થી મોટરસાયકલ અકસ્માત થોડા અંતરે થયો છે અને તે બ્રેકર ને કારણે ટેન્કર ચાલકે બ્રેક કરતા બાઇક ચાલાક ટેન્કર પાછળ ભરાઈ જતા અકસ્માત થયો છે અને તેમાં બાઇક ચાલાક નું ઘટના સ્થળે મોત નીપજ્યું છે જ્યારે અન્ય સવાર ને સારવાર માટે લઈ જવામાં આવ્યો છે.

Related posts

જય નારાયણ સિધ્ધનાથ મહાદેવ મંદિર તરખંડા ખાતે અન્નપૂર્ણા વ્રતના 21માં દિવસે યજ્ઞનું આયોજન

admin

પાવગઢમાં અમદાવાદ પાર્સિંગની કારમાંથી યુવક-યુવતીની લાશ મળતાં ખળભળાટ

admin

ગોધરાના ગોંદરા મેસરી નદીના કોઝવે પર ધસમસતા પાણીમાં છકડો તણાયો આ સમગ્ર ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થયો

admin

Leave a Comment