33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
પંચમહાલ જિલ્લોહાલોલ

પાવગઢમાં અમદાવાદ પાર્સિંગની કારમાંથી યુવક-યુવતીની લાશ મળતાં ખળભળાટ

પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢની તળેટીમાં જીપ પાકગ વિસ્તારમાં એક ઇનોવા કારની પાછળની સીટ પરથી એક યુવક અને યુવતી મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી હતી. પ્રાપ્ત માહિતી મુજબ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં બસ સ્ટેન્ડની આગળ માંચી જવાના રસ્તા પાસે જીપ પાકગ પાસે અમદાવાદ પૂર્વ પાસિંગ GJ 27 સીરિઝની ઇનોવા કાર ગઇકાલે પાર્ક કરેલી હતી. સ્થાનિક રહીશોએ આ કાર ચાલુ અને એસી પણ ચાલુ હાલતમાં જોતા કારની પાછળની સીટ ઉપર એક યુવક અને યુવતી બેસેલા જણાયા હતા.

આ કાર બીજા દિવસે પણ તે જ જગ્યાએ જોતા શંકા ગઇ હતી અને વાત વાયુવેગે ફેલાતા લોકટોળા જામ્યા હતા. પાવાગઢ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ગાડીમાં બેસેલા યુવક અને યુવતી બંનેની કોઈ હલન ચલન જણાઇ ન હતી જેથી વધારે શંકા જતા આખરે ટેકનિકલ માણસને બોલાવી ગાડીનો દરવાજો ખોલતા યુવક અને યુવતી બંને મૃત હાલતમાં મળી આવ્યા હતા.

Related posts

જાંબુઘોડા રણછોડરાય મંદિરે રાત્રે ૧૨ વાગે શ્રી કૃષ્ણ જન્મદિવસ ની ઉજવણી કરાઈ

admin

જાંબુઘોડા ખાતે જિલ્લાકક્ષાના ૭૫ માં વન મહોત્સવની ઉજવણી વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં કરાઈ.

admin

પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ગુડ્સ રોપ-વેનો તાર તૂટતાં ૬ લોકોનાં કરુણ મોત

admin

Leave a Comment