27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
Uncategorized

મહાત્મા ગાંધીની 155મી જન્મ જયંતી નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે આવેલા ગાંધીબાપુ ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી…

દેશ આજે મહાત્મા ગાંધીની 155મી જયંતી મનાવી રહ્યો છે.આ અવસરે સરકાર અને ગાંધીવાદી સંસ્થાની તરફથી અનેક કાર્યક્રમ આયોજિત કરાય છે. સફાઈથી લઈને અહિંસાના પાઠ સુધી અલગ અલગ રીતે લોકો બાપુને યાદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે બાપુ તેમના જન્મદિવસે શું કરતા હતા અને કેવી રીતે મનાવતા હતા.
ગાંધી જયંતિ મહાત્મા ગાંધીના જન્મ દિવસે દર વર્ષે ૨જી ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવતી વાર્ષિક ઉજવણી છે. આ દિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. વસ્તુત: ગાંધીજી સમગ્ર વિશ્વમાં તેમની અહિંસક ચળવળ માટે ઓળખાય છે અને આ દિવસ એમને માટે વૈશ્વિક સ્તરે આદર-સન્માન વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે આવેલા ગાંધી બાપુની પ્રતિમાને વડોદરાના મેયર ના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર, સમિતિના ચેરમેન, પૂર્વ મેયર, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય, પાલિકા દંડક, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, સાથે સ્થાનિક નગર સેવકો એ ગાંધીબાપુને પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી

Related posts

વિદ્યાર્થીઓને પોતાની ખૂબીઓ અને ખામીઓ જાણી આગળ વધવા અપીલ કરતા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ

admin

ડભોઇ તાલુકાના કુકડ વસાહત સ્મશાનને જોડતો કાચો માર્ગ નગરજનોને તકલીફ વેઠવનો વારો

admin

ચિતપાવન બ્રાહ્મણ સંઘ – વડોદરા દ્વારા પ્રથમ ચિત્પાવન સ્નેહ મિલન સમારોહનો કાર્યક્રમ યોજાયો…

admin

Leave a Comment