Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શહીદ વીર ભગતસિંહના જન્મદિવસ નિમિત્તે શહેરના લાલકોર્ટ પાસે ભગતસિંહની પ્રતિમા યુવા એકતા દળ દ્વારા પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી

દેશની આઝાદીમા ક્રાંતિકારીઓનુ બહુમૂલ્ય યોગદાન રહ્યું છે જેમાં વીર શહિદ ભગતસિંહ કેમ કરીને ભૂલાય ઇંકલાબ ઝીંદાબાદ સાથે પોતાની યુવાની દેશની આઝાદીની લડતમાં ખપાવનાર ભગતસિંહ, રાજગુરુ, સુખદેવની ત્રિપુટીએ અંગ્રેજોના દાંત ખાટા કરી દીધાં હતાં આજે વીર ભગતસિંહ ના 117મા જન્મદિવસ નિમિત્તે શહેરના લાલકોર્ટ પાસે આવેલી ભગતસિંહ ની પ્રતિમાને યુવા એકતા દળ દ્વારા પુષ્પાંજલિ અર્પિત કરી તેઓને યાદ કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરનું પાલિકા તંત્ર તથા રાજકીય આગેવાનો પણ આપણા ક્રાંતિકારી ના જન્મદિવસે તેઓને યાદ કરવાનું ચૂક્યા હતા. ત્યાં સુધી કે પાલિકા તંત્ર દ્વારા લાલકોર્ટ પાસે આવેલી ભગતસિંહ ની પ્રતિમા સુધી નિસરણી પણ મૂકવામાં આવી ન હતી જેના કારણે યુવા એકતા દળના સભ્યોને એકબીજાના ખભેથી ઉપર ચઢી પ્રતિમાને પુષ્પાંજલિ કરવાનો વારો આવ્યો હતો.

Related posts

પૂર્વાંચલ લોકહિત મંડળ વડોદરા દ્વારા મહા રક્તદાન શિબિર કેમ્પને લઈ પત્રકાર પરિષદ યોજાઈ…

admin

દારૂની હેરાફેરી કરવાનો નવો કીમિયો બાઈકની પેટ્રોલની ટાંકી નીચે સંતાડી દારૂની હેરાફેરી

admin

શ્રી વર્ષીતપ ના ૧૦૦ દિવસ પૂર્ણ થવાની ઉજવણી હર્ષ ઉલ્લાસ અને ઉમંગ થી કરવામાં આવી

admin

Leave a Comment