36.3 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ભગત કવિ નરસિંહની જન્મ જયંતી નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કવિ નરસિંહ મહેતાની પ્રતિમા પર પુષ્પાંજલિ

આજે વૈશાખ સુદ પુનમ એટલે કે ભક્ત કવિ નરસિંહ મહેતાની 617 મી જન્મ જયંતીની જૂનાગઢમાં ઉજવણી થઈ રહી છે. નરસિંહ મહેતાના જીવનકાળ સાથે ત્રણ જયંતિની ઉજવણી થાય છે. નરસિંહ મહેતાના સદેહે સૃષ્ટિ પર અવતરણને જન્મ જયંતી તરીકે મનાવવામાં આવે છે. ભક્ત કવિ નરસિંહ મહેતાની 617 મી જન્મ જયંતી મનાવવામાં આવી રહી છે. માગશર સુદ સાતમના દિવસે હારમાળા જયંતિ, ચૈત્ર સુદ સાતમના દિવસે તપ પ્રયાણ જયંતી અને વૈશાખ સુદ પૂનમના દિવસે જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા શહેર એલ એન્ડ ટી સર્કલ પાસે આવેલ કવિ નરસિંહ મહેતાની પ્રતિમાને વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરા ના મેયર, ચેરમેન, વિભાગના નેતા, સાથે સ્થાનિક નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા

Related posts

પોલીસની અધ્યક્ષતામાં બનેલી કમિટીની મંજૂરી પણ જરૂરી પન શું ફટાકડા ના વેપારીઓ 20 નિયમ પાળવા પડશે

admin

વડોદરા શહેરનું ગોરવા પોલીસ સ્ટેશન હંગામી ધોરણે ખસેડવામાં આવ્યું

admin

સાવલીમાં ભાજપા દ્રારા સ્થાનિક ધારાસભ્યના નિવાસસ્થાને હરઘર સ્વદેશી અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન કરાયું

admin

Leave a Comment