ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળેલ કે, ‘બાપોદ વુડાના મકાનમાં રહેતા ભાવેશ રાજપુત મકાનમા ગેરકાયદેસર દારુનો જથ્થો સંતાડેલ છે. જેથી માહિતીવાળી જગ્યાએથી નરેન્દ્રકુમાર ઉર્ફે ભલીયો પરમાર મળી આવેલ અને પુછપરછમાં ભાવેશ રાજપુત તેના મકાનમા તેમજ વિદેશી દારૂનો જથ્થો હેરાફેરી કરવાકારમાં મુકી રાખેલ હોવાની કબૂલાત કરતા બોટલો કુલ નંગ-૧૫૫૩ કુલ કિંમત રૂપિયા ૨,૩૬,૫૦૦/- , મો.ફોન, રોકડા રૂપીયા તેમજ કાર સહીત કુલ કિ.રૂ.૭,૪૧,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

