33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

આપણી ધરોહર દ્વારા વડોદરાની ઐતિહાસિક ઇમારતો માટે હેરિટેજ વોકનું આયોજન

વડોદરા: શહેરના સમૃદ્ધ ઇતિહાસ અને ઐતિહાસિક વારસાને જનજન સુધી પહોંચાડવાના હેતુસર “આપણી ધરોહર” દ્વારા આજે વડોદરાની ઐતિહાસિક ઇમારતોને આવરી લેતી હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું.

હેરિટેજ વોકની શરૂઆત સુરસાગર ખાતેથી કરવામાં આવી હતી. આ વોક દરમિયાન સુરસાગર, રાવપુરા ટાવર, ટામેટેકરનો વાળો, જૂની કોઠી કચેરી, લાઇબ્રેરી, અરવિંદ આશ્રમ સહિતના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી અને અંતે જુમ્મા દાદા અખાડા ખાતે વોકનું સમાપન કરવામાં આવ્યું હતું.

આ હેરિટેજ વોકમાં યુવાનો, યુવતીઓ તેમજ સિનિયર સિટીઝન સહિત વિવિધ વર્ગના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વોક દરમિયાન ભાગ લેનારાઓને વડોદરાના ઇતિહાસ, વારસા અને ઐતિહાસિક ઇમારતો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

આ આયોજનનો મુખ્ય હેતુ આજની યુવા તથા નવી પેઢીને પોતાની કર્મભૂમિ વડોદરાના ઇતિહાસ અને ઐતિહાસિક ઇમારતો વિશે માહિતગાર કરવાનો હતો, જેથી શહેરની ધરોહર પ્રત્યે જાગૃતિ અને સંવેદનશીલતા વિકસે.

Related posts

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે જિલ્લા સંકલન સમિતિની કામગીરી પર ગંભીર સવાલ ઉઠાવ્યા

admin

કફ સીરપથી બે બાળકોના મૃત્યું અંગેનો તપાસ બાદ હકીકત લક્ષી સ્પષ્ટતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી

admin

સન ફાર્મા રોડ થાર અકસ્માત મામલે ડીસીપીનું નિવેદન, યુવતી ચાલકની ધરપકડ

admin

Leave a Comment