હોળીના પર્વ નિમિત્તે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ પ્રકારની પરંપરા અનુસાર ઉજવણી થાય છે આ સાથે જ અનેક પારંપરિક મેળાઓ પણ ભરાય છે. ત્યારે છોટા ઉદેપુર આદિવાસી બહુમત ધરાવતો જિલ્લો છે જ્યાં હોળી દરમ્યાન અનેક મેળા ભરાય છે. ત્યારે જેતપુર પાવી ખાતે પાંચિયો મેળો ભરાયો હતો. હોળીના પાંચમા દિવસે આ મેળો ભરાતો હોવાથી આ મેળો પાંચિયો મેળો તરીકે ઓળખાઈ છે. જેતપુર પાવી તથા આસપાસના ગામના લોકો મેળાનો આનંદ માણવા મેળામાં આવે છે.
આદિવાસીઑ ટીમલી સહિતના નૃત્ય કરતા નાચતા કૂદતા મેળામાં મહાલતા જોવા મળે છે. હોળી પૂર્વે અને પશ્ચાત ભરાતા પંથકના તમામ મેળાઓનું પોતાનું એક અનેરું મહત્વ હોય છે. જેમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. મેળામાં પારંપરિક પોશાકને વસ્ત્રો, વાજીંત્રો સહિતની ચીજ વસ્તુઓના વેચાણ માટેના સ્ટોલ લગાવવામાં આવે છે.
વિમલ રાઠવા, જેતપુર પાવી

