વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ વ્રજધામ આધ્યાત્મિક સંકુલના પાટોત્સવ નિમિત્તે યોજવામાં આવેલ કાર્યક્રમમાં યુવા વૈષ્ણવાચાર્ય પૂ.વ્રજરાજકુમારજીએ ભક્તોને વચનામૃત સંભળાવીને તેમની સાથે કૃષ્ણધુન બોલાવી હતી. તેમજ શ્રી મહાપ્રભુજીને 11,000 કેરીનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. જેમા મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહયા હતા.

વ્રજધામ આધ્યાત્મિક સંકુલ માંજલપુર ખાતે યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયના વચનામૃત ને સાંભળવા માટે મોટી સંખ્યામાં વૈષ્ણવો આવ્યા હતા. ત્યાર બાદ 11,000 કેરીનો આમ મનોરથ યોજાયો હતો.પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનું ગુજરાતનું સૌથી વિશાળ આધ્યાત્મિક સંકુલ “વ્રજધામ સંકુલ” ધાર્મિક સંસ્કારોને વિશ્વમાં પ્રસારિત કરવાના દિવ્ય કાર્યો સાથે સમાજલક્ષી, માનવતાલક્ષી, બાળકો તથા યુવાનોને સમર્પિત રચનાત્મક કાર્યો, રાષ્ટ્ર સમર્પિત સેવાકીય કાર્યો તથા સામાન્ય જનને સમર્પિત સેવાકીય કાર્યો અર્થે અગ્રેસર છે. ત્યારે સંકુલના પાટોત્સવ નિમ્મીત્તે વચનામૃત અને કેરીના મનોરથ મનોરથી શંકરભાઈ પટેલ, ભાવિકભાઈ શેઠ શર્મિષ્ઠાબેન વકીલ તથા હિનલભાઈ શાહના પરિવાર દ્વારા યોજાયો હતો.આ કેરીના મનોરથના દર્શનાર્થે વૈષ્ણવો મોટી સંખ્યામાં આવ્યા હતા.

