35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના પાણીગેટમાં ઘરમાં ચાલતા જુગાર પર PCBની રેડ

પાણીગેટમાં ઘરમાં ચાલતા જુગાર પર PCBની રેડ, 8 ખેલી ઝડપાયાં મકાન માલિક વ્યક્તિ દીઠ 200 રૂપિયા લઇને જુગાર રમાડતો હતો, પોલીસ દ્વારા રૂ.1.73 લાખનો મુદ્દામાલ કબજે

પાણીગેટ વિસ્તારમાં રહેણાક મકાનમાં ધમધમતા જુગાર પર પીસીબી પોલીસની ટીમે રેડ કરી હતી. ત્યારે સ્થળ પરથી જુગાર રમાડનાર સહિત 8 ખેલી ઝડપાઈ ગયા હતા. પોલીસ દ્વારા જુગારીઓની અંગજડતી તથા દાવ પર લાગેલી રોકડ રકમ અને 8 મોબાઈલ મળી રૂ. 1.73 લાખનો મુદ્દમાલ કબજે કરીને પાણીગેટ પોલીસને સોંપ્યો છે. વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી પોમલી ફળિયા સાંઈનાથ જીન્મેશિયલની બાજુમાં રહેતો રાજુ ગજાનંદ શિંદે પોતાના મકાનમાં વ્યક્તિ દીઠ રૂ.200 કમિશન લઈને બહારથી લોકોને બોલાવી જુગાર રમાડે છે. તેવી બાતમી પીસીબી પોલીસને મળી હતી અને હાલમાં પણ જુગાર રમી રહ્યા છે .જેથી પીસીબી પોલીસની ટીમે બાતમી મુજબના સ્થળ પર રેડ કરી હતી. પોલીસને જોઈને જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી. જેમાં જુગારર માડનાર રાજુ સહિત ગજાનંદ શિન્દે, જાવેદ નજમુદ્દીન મલેક, ધર્મેશ રમેશ ગોહિલ, નયન ઉર્ફે વિશાલ ગોપાલ કહાર, સાગર કંચન માછી, પવન આનંદરાવ સિરસાટ, વિનોદ જીવન પટેલ અને ચંદ્રકાંત કાશીરાવ આહીરને ઝડપી પાડયા હતા. પોલીસે ઝડપી પાડેલા 8 જુગારીઓની અંગજડતી તથા દાવ પર લાગેલી રોકડ રકમ રૂ.1.02 લાખ 8 મોબાઇલ રૂ. 70 હજાર મળી રૂ. 1.73 લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે પાણીગેટ પોલીસને સોંપવામાં આવ્યો છે.

Related posts

ડભોઇ તાલુકાના સીમળીયા ગામ પાસે દૂધ ભરેલો દૂધ ડેરીના ટેમ્પાનો અકસ્માત

admin

હરણી બોટ કાંડ પીડીતા મહિલાઓની પોલીસ દ્વારા અટકાયત

admin

આગામી ૪૩ મોં જગન્નાથ રથયાત્રા મહોત્સવ પ્રસંગે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુસર શહેર પોલીસ કમિશનર દ્વારા તથા ઇસ્કોન મંદિરના સંચાલકો સાથે બેઠક યોજવામાં આવી.

admin

Leave a Comment