Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

MGVCL દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરના લીધે લોકોમાં ભારે અસંતોષ

વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે,ત્યારે વાઘોડિયા સહિતનાં વિસ્તારોમાં લોકો ઉગ્ર બન્યા હતા. ભારે બિલ અને ગેરવ્યવસ્થાના આરોપ સાથે MGVCLના ગેટ પર વિરોધ કર્યો હતો.

વડોદરા શહેરમાં વિજ કંપની MGVCL દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરના લીધે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.ત્યારે, વાઘોડિયા રોડ વિસ્તારમાં રહીશોએ કંપની સામે ખુલ્લેઆમ વિરોધ કરતાં જાણાવ્યું કે છેલ્લા પાંચ મહિના સુધી કોઈ વિજ બિલ મળ્યું નહોતું અને હવે ભારે રકમ સાથે એકાથે બિલ આપ્યું છે.ભારે રકમના બિલથી લોકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાંક ગ્રાહકો 7000 રૂપિયાની પેન્શન પર જીવિકો ચલાવે છે અને તેમને 20000 રૂપિયાનું વિજ બિલ આપવામાં આવ્યું છે, જેના કારણે તેઓ તીવ્ર મુંઝવણમાં આવી ગયા છે. પરિણામે, રહીશોએ MGVCLના ઓફિસ પર પહોંચી ઉગ્ર રજૂઆત કરી.ગ્રાહકોની મુખ્ય માંગણી છે કે તેઓનાં બિલોની સમીક્ષા કરવામાં આવે અને 50 ટકા સુધી રાહત આપવામાં આવે. સાથે સાથે લોકોએ ફરજિયાત રીતે સ્માર્ટ મીટર બદલવાના નિર્ણયનો પણ વિરોધ કર્યો છે. લોકોનું કહેવું છે કે તેમને કોઈ પહેલેથી જાણ કરવામાં નહિ આવી અને પુરતાં સમજાવ્યા વિના જૂના મીટર કાઢી સ્માર્ટ મીટર લગાવ્યા છે.

Related posts

વડોદરાના પોલો ગ્રાઉન્ડ પાસે આવેલ લાડભવન ખાતે રે હોળી રે રસિયા ફાગોત્સવમાં લાડ ભવન વ્રજભૂમિમાં ફેરવાયું

admin

દશરથ ગામ ખાતે મહાકોરબેન પરાગભાઈ પટેલ શાળામાં ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે જે માટે પોલીસ તંત્ર સજ્જ

admin

ગુજરાત રાજયમાં સૌ પ્રથમ વખત VTET ફોર્સ કારનું શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના હસ્તે લોન્ચિંગ કર્યું…

admin

Leave a Comment