Genius Daily News
Uncategorized

ગુરુ પુષ્યામૃત નિમિતે દાંડિયા બજાર સ્થિત સારા ગણદેવીકર જવેલર્સમાં લોકોએ દાગીનાની ખરીદી કરી

પંચાંગ પ્રમાણે ગુરુપુષ્ય નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદીને અતિ શુભ માનવામાં આવે છે. દિવાળી નવા વર્ષના તહેવારોમાં આજે ગુરુ પુષ્ય નક્ષત્ર છે. જેથી અનેક લોકોએ સોના ચાંદીના દાગીનાની ખરીદી શુભ મુહૂર્ત કરી હતી. દાંડિયા બજાર સ્થિત સારા ગણદેવીકર જવેલર્સમાં દાગીનાની ખરીદી કરી ગુરુ પુષ્યામૃત

યોગ હોઈ ગોલ્ડ-સિલ્વર, નવા વર્ષના ચોપડા ખરીદવાનું શ્રેષ્ઠ મુહૂર્ત છે. નક્ષત્રોના રાજા તરીકે પણ પુષ્ય નક્ષત્ર ઓળખાય છે પુષ્ય નક્ષત્રના દેવ ગુરુ છે અને સ્વામી શનિ છે. જ્યોતિષશાસ્ત્રના બાલ બોધ, નિર્ણય સિંધુ ગ્રંથમાં પણ ઉલ્લેખ છે કે પુષ્ય નક્ષત્રમાં સોનું-ચાંદી ખરીદવું અન્યથા કોઈપણ વસ્તુ લેવી- સોદા કરવા શુભ ગણાય છે પુષ્ય નક્ષત્રમાં વિવાહ સિવાય બધાજ કાર્યો શુભ ગણ્યા છે. ખાસ કરીને પુષ્ય નક્ષત્રમાં લક્ષ્મીનારાયણની ભક્તિ કરવી લાભકારી છે. તદુપરાંત શ્રીસૂક્તના પાઠ અને વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા હિતાવહ છે. ગુરુ પુષ્યામૃત યોગ દરમિયાન પીપળાના વૃક્ષને કાળા તલ, દૂધ અને જળ ચઢાવવું જોઈએ. વિશેષ યોગમાં નવી વસ્તુ ખરીદવી, ચોપડા, ગોલ્ડ-સિલ્વર ખરીદવા માટે સવારે ૧૦.૫૦થી બપોરે ૨.૫૩ કલાક સુધી ચલ, લાભ, અમૃત અને બપોરે ૪.૧૭થી સાંજે ૭.૧૮ શુભ અને અમૃત મુહૂર્ત શ્રેષ્ઠ હોવાનું જ્યોતિષાચાર્ય સત્યમ મહેન્દ્રભાઈ જોશીએ ઉમેર્યું હતું.

Related posts

છોટાઉદેપુર કોંગ્રેસ દ્વારા શહેર પ્રમુખ, તાલુકા પ્રમુખ અને તાલુકા યુવા પ્રમુખની વરણી કરાઈ

admin

વડોદરામાં 12 વર્ષથી ભગવાન જગન્નાથજીની રોબો રથ યાત્રાનું આયોજન

admin

નવનિર્માણ ગ્રામ વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રી ગણેશ યુવક મંડળ પરબત ફળિયા દ્વારા ગણેશ મહોત્સવના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન મોટી અમરોલ ખાતે કરવામાં આવ્યું

admin

Leave a Comment