Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

બોડેલીના અલીપુરા વિસ્તારમાં આવેલ ચંદ્ર જ્યોતિ સોસાયટીના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાવવાની કાયમી સમસ્યા

બોડેલીના અલીપુરા વિસ્તારમાં આવેલ ચંદ્ર જ્યોતિ સોસાયટીના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યાથી સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને પાણીનો યોગ્ય નિકાલ કરવાની માંગ કરી રહ્યા છે.

છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલીનાં અલીપુરા – હાલોલ રોડ પર આવેલ ચંદ્રજ્યોતિ સોસાયટીમાં થોડો વરસાદ વરસતાની સાથે જ સોસાયટીમાં જવાનાં માર્ગ પર જ પાણી ભરાઈ જવાની વર્ષોની સમસ્યાને કારણે સોસાયટીનાં રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે સોસાયટીનાં મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ જતાં રહીશો ભારે હાલાકી અનુભવી રહ્યા છે.

વરસાદી પાણી ભરાઈ જતા જીવજંતુ સરી સર્પ જીવો પણ ઘરમાં આવી જતા હોય છે પાણી ભરાવાથી મચ્છરજન્ય રોગો થવાની ભીતી પણ ઊભી થતી હોય સ્થાનિક રહીશો આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે

વરસાદી પાણી જમા થઈ જવાથી સોસાયટીમાં અવર જવર પણ મુશ્કેલ બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે પાણી ભરાઈ જવાની સમસ્યા દૂર કરવામાં આવે તેવી રહીશો દ્વારા તંત્ર પાસે માંગ કરવામાં આવી રહી છે.

Related posts

કરાલી પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

admin

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીના સાત વોર્ડમાં 21,765 જેટલા મતદારો

admin

નસવાડીની ‘કડુજી એન્ડ કંપની’ પર વધુ ભાવ વસૂલવાના આક્ષેપ, વેપારીઓમાં રોષ

admin

Leave a Comment