33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

માળી સમાજ દ્રારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિતા શાહને આવેદનપત્ર

માળી સમાજના પરિવારના આઠ ઘર આવેલ છે જેમને સરકારશ્રી તરફથી સુખાકારી માટે રસ્તા આપે જેમાં 108 100 ટપાલ ગેસ બોટલ લાઈટ બિલ જેવી સુવિધા માટે અવરજવર કરે છે અને સર્વે નંબર 402 નું માપ કરીને રસ્તો આપે તે બાબતે આજરોજ મ્યુનિસિપલ કોર્પોરેશન આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યુ

માળી સમાજનો પરિવાર છેલ્લા ૪ પેઢીથી ઉપરના સમયથી રહે છે અને ગાયકવાડ સમયથી રસ્તો છે જેમાં સર્વે નં.૪૦૨ માં ગાયકવાડથી તરફથી વેચાણ વખતે રસ્તાના પૈસા કાપીને વેચાણ કરેલ છે અને એમના રસ્તા પણ આવેલ છે જે બીલ્ડર દ્વારા કામગીરી ચાલુ કરી છે તે તાત્કાલીક બંધ કરવામાં આવે અને તપાસ કરવામાં આવે તેવી વિનંતી કરવા માં આવી છે.

તા.૧૦/૦૧/૧૯૮૯ ના રોજથી મકાનો તોડી પાડવામાં આવેલા હતા જેમાં બીલ્ડરો દ્વારા કબજો લેવા માટેનું આયોજન કરશેલ જેમાં પોલીસ ફરીયાદ પણ થયેલી હતી અને જેમાં ધીરૂભાઈ બીલ્ડર ધ્વારા સમાધાન કરવામાં આવેલું અને જગ્યા પણ અમોને તેમના તરફથી આપવામાં આવી હતી જેમાં રોડ અને મકાનો બનાવી આપવાની સ્ટેમ્પ પેપર વાળુ લેખીતમાં લખાણ પણ આપેલું હતું પણ આજદિન તેવી કોઈ સુવિધાઓ અમોને તેમના તરફથી આપવામાં આવી નથી.જે કાંસ ઉપર બાંધકામ કરવામાં આવ્યું છે જેના કારણે છેલ્લા ૧૦ વર્ષથી માળી સમાજના પરિવારના મકાનોમાં ૪-૪ ચો.ફૂટ જેટલા પાણી ભરાય જાય છે અને આજુબાજુમાં પણ પાણી ભરાય જાય છે જેમાં રાજસ્થંભ, રાજરત્ન સોસાયટી, રાજદીપ જેવી સોસાયટીઓમાં પણ પાણી ભરાય જાય છે જેનું મુખ્ય કારણ એ છે કે કામકાજ કાંસ ઉપર થયેલ છે તે તાત્કાલીક ધોરણે તોડી પાડવામાં આવે અને ટાઉન પ્લાનીંગ અધિકારીશ્રી ઉપર સદર બાબતે તાત્કાલીક ધોરણે તપાસ કરવામાં આવે અને ખાતાકીય તપાસ કરવામાં કે પરમીશન કેવી રીતે આપવામાં આવી છે અને બાંધકામથી લોકોને પારાવારીક નુકશાન થઈ રહયું છે જેથી આજ રોજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિતા શાહ ને આવેદનપત્ર આપવા માં આવ્યું.

Related posts

વડોદરા રેલવે સ્ટેશન ખાતે 77મા ગણતંત્ર દિવસ નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજાઈ..

admin

BJP બક્ષીપંચ મોરચા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દીર્ઘઆવીશ્ય માટે ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન

admin

શ્રી રામ વ્યાયામ શાળા અને લક્ષ્મી નગર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment