Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

૨૦૦૨૦-૨૧ થી ૨૦૨૪ સુધી બનેલા તમામ રોડમાં થયેલ ભ્રષ્ટાચારમાં વીજીલન્સ તપાસ કરાવવા માં આવે તેવી માંગને લઈને આવેદન

વડોદરા મહાનગર પાલીકા દક્ષિણ ઝોનમાં આવેલ વોર્ડ નં. ૧૮ માં વર્ષ : ૨૦૦૨૦-૨૧ થી ૨૦૨૪ સુધીમાં બનાવેલ રોડમાં કાર્પેટ – સીલકોટ કરવાના તથા પરચુરણ ડ્રેનેજ સમારકામ કરવામાં આવેલ, જે મુખ્યમંત્રી શહેરી સડક યોજના, ધારાસભ્ય ગ્રાંટ, ફોડવારી કોટા તેની અલગ-અલગ ૨૦ થી ૨૨ રોડ બનાવવામાં આવેલ, જેમાં શીવમ્ ફલેટથી બાલકીશોર રોડ, કોતર તલાવડીથી જયઅંબે સ્કુલ તરફ જતો માર્ગ, ડાહીબાનગર, ડૉ. હરીશભાઈના દવાખાના સામેનો રોડ, રામપાર્ક, ગુરૂકૃપા નગર, ગંગાબા નગર, માનવરધર્મ આશ્રમ પાસે, અમીન પાર્ક, આત્મીય ધામથી માય એપલ સ્કુલ, શીવદર્શન સોસાયટી,મથુર પાર્ક, સતલોક નગર વગેરે તથા એક જ વર્ષમાં એક સાથે પરચુરણ દુરસ્તીના કામ કરાવેલ છે. જેમાં થયેલ કામ અને બીલમાં વિવિધ વિસંગતતા દેખાઈ આવે છે. ખોટા માપો દર્શાવી કોન્ટ્રાકટરને ફાયદો કરાવી આપેલ છે. આ બાબતે કાર્ય પાલક ઈજનેર, ના.કા. ઈજનેર, કોન્ટ્રાકટર તથા અન્યોની સામે વીજીલન્સ તપાસ થાય, જનતાની હાજરીમાં ન્યાયીક તપાસ થાય તથા કસુરવારને કાયદાકીય દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે. એવી માગણી સહ.

Related posts

વડોદરા શહેર ગાજરાવાડી વિસ્તારમાં આવેલ દત્ત નગર ખાતે છેલ્લા 8 મહિનાથી દૂષિત પાણીની સમસ્યા ને લઈને સાનિગો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે

admin

નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજા સહિત કુલ કિ.રૂ.૮૪,૯૮૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી વડોદરા ગ્રામ્ય SOG

admin

ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ, વડોદરા દ્વારા ઈન્દ્ર ઇન્દ્રપ્રસ્થના રાજાનું આગમન

admin

Leave a Comment