Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

સિંગલાજા(મીઠીબોર) ગામે કિંમત રૂપીયા. ૮,૮૨,૪૮૦/- ના પ્રોહી મુદામાલ સાથે એક આરોપીને ઝડપી પાડતી ઝોઝ પોલીસ

આઈ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જીલ્લો તથા કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છો.ઉ ડિવીઝન, છોટાઉદેપુર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ઝોઝ પોલીસ સ્ટેશનના એ.સી.પરમાર પોલીસ ઇન્સપેક્ટર નાઓ સ્ટાફના માણસો સાથે ઝોઝ પોલીસ સ્ટેશનમાં હાજર હતા તે દરમ્યાન એ.સી.પરમાર પોલીસ ઇન્સપેક્ટર નાઓને ખાનગી બાતમી દાર થકી બાતમી હકીકત મળેલ કે, સિંગલાજા ગામે રહેતા સુરેશભાઈ કાળુભાઈ રાઠવા નાઓ સિંગલાજા ગામના વિનુભાઈ ભવાનભાઈ નાયકા ના રહેણાંક ઘરની બાજુમાં આવેલ વિનુભાઈ ભવાનભાઈ નાયકાના કબજા ભોગવટા વાળી સરકારી આવાસની ઓરડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવી મુકી રાખેલ છે તેવી બાતમી હકીકત આધારે સદરી વિનુભાઈ ભવાનભાઈ નાયકા ઉ.વ.૪૮ રહે.સિંગલાજા હોળી ફળીયા તા. જીલ્લો.છોટાઉદેપુર નાઓની કબ્જા ભોગવટા વાળી સરકારી આવાસવાળી ઓરડીમાં રેડ કરતા ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટીકના ક્વાટરીયા તથા ટીન-બીયર મળી કુલ ક્વાટરીયા તથા ટીનબીયરો નંગ-૪૬૩૬ ની કિ.રૂ.૮,૮૨,૪૮૦/- નો પ્રોહી મુદામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Related posts

આઇસર ટેમ્પોમાં ચોરખાનું બનાવી લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર

admin

મહિન્દ્રા બોલેરો ફોર વ્હીલ ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

admin

સુખરામ રાઠવા 2.0, છોટા ઉદેપુર બાદ જેતપુર પાવીમાં સુખરામ રાઠવાની રેડ, ગરીબ કલ્યાણ મેળાના કીટો રૂમમાં ધૂળ હાલતમાં જોવા મળી.

admin

Leave a Comment