27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં ‘બ્લિન્કિટ’ કર્મચારીઓની દાદાગીરી પર પોલીસનો બ્રેક

જાહેરમાં મારામારી કરનારા 3 શખ્સોની અટક — જાહેરમાં કાન પકડાવી કાયદાનું ભાન કરાવ્યું

વડોદરાના અટલાદરા વિસ્તારમાં ગઈકાલે બ્લિન્કિટ કંપનીના કેટલાક કર્મચારીઓ વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી અને જાહેરમાં મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા શહેરમાં ચકચાર મચી હતી. રસ્તા પર થયેલી આ ગુંડાઈએ કાયદો-વ્યવસ્થાને પડકારવા જેવો માહોલ સર્જ્યો હતો.

વીડિયો વાયરલ થતા જ અટલાદરા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ. આર. સંગાડા અને તેમની ટીમે ટેકનિકલ વિશ્લેષણ અને વીડિયોના આધારે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા.

કાયદો હાથમાં લેતાં આવા શખ્સોને કડક સંદેશ આપવા માટે પોલીસે જાહેરમાં તેમને કાન પકડાવી માફી માગડાવી અને બાદમાં જેલના સળિયા પાછળ ધકેલી દીધા.
આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશો ગયો છે કે —
“જાહેરમાં હુલ્લડ મચાવનાર ગમે તે હોય, વડોદરા પોલીસની નજરમાંથી બચી શકે નહીં!”

Related posts

PM મોદીએ રતન ટાટાનું સન્માન કર્યું, ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ લોંચમાં સ્પેન સંબંધોને હાઇલાઇટ કર્યા

admin

MSUની ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસ્ના એક્ઝિબિશન હૉલ ખાતે એપ્લાઈડ આર્ટસ્ વિભાગના વિદ્યાર્થીઓએ બનાવેલાં આર્ટવર્કનું પ્રદર્શન યોજવામાં આવ્યું

admin

વડોદરા વહીવટી વોર્ડ નં. ૧૩ માં સતત લેખીત- મૌખીક રજુઆતો કરવા છતાં પણ કામગીરી થતી નથી

admin

Leave a Comment