30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

રસ્તાના અભાવે સગર્ભા મહિલાને કાંધે લઈ જવી પડી : નસવાડીના કુકરદા ગામની ચોંકાવનારી હકીકત

વિકાસના મોટા દાવાઓ વચ્ચે નસવાડી તાલુકાના કુકરદા ગામમાંથી સામે આવેલી તસ્વીરો તંત્ર માટે આંખ ઉઘાડનારી સાબિત થઈ રહી છે. આઝાદીના દાયકાઓ બાદ પણ ગામના નસીબમાં પાકો રસ્તો ન હોવાથી લોકો આજે પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

રસ્તાના અભાવનું ગંભીર પરિણામ એક સગર્ભા મહિલાને ભોગવવું પડ્યું હતું. ડુક્તા ફળિયામાં પ્રસૂતિની પીડાથી કણસતી મહિલાને મદદ માટે 108 Emergency Ambulance Service ને બોલાવવામાં આવી હતી, પરંતુ કાચા રસ્તાને કારણે એમ્બ્યુલન્સ ઘર સુધી પહોંચી શકી નહોતી.

અંતે ગ્રામજનોએ માનવતાનો ઉત્તમ દાખલો આપતા મહિલાને સ્ટ્રેચર પર સુવડાવી અંદાજે એક કિલોમીટર સુધી કાચા અને ખરાબ રસ્તા પર પગપાળા ઉંચકીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવી પડી હતી.

આ ઘટના વિકાસના દાવાઓ સામે સવાલો ઉભા કરે છે. ગામમાં મૂળભૂત સુવિધા એવા રસ્તાના અભાવે લોકો જીવના જોખમે જીવન જીવી રહ્યા છે. હવે પ્રશ્ન એ છે કે તંત્ર અને જવાબદાર અધિકારીઓ આ સમસ્યાને ક્યારે ગંભીરતાથી લઈને યોગ્ય પગલાં ભરે છે.

Related posts

છોટાઉદેપુર જીલ્લાના બોડેલી,કરાલી પોલીસ સ્ટેશન વિસ્તારના મોટર સાયકલ ચોરીના ગુનામાં રાજ્ય બહારના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

admin

રાજસ્થાનથી આઈસર ટ્રક કંટેનરમાં શંકાસ્પદ પાન-મસાલાનો જથ્થો પકડી પાડતી છોટાઉદેપુર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા કવાંટ પોલીસ સ્ટેશન

admin

છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવી ખાતે પાંચિયો મેળો ભરાયો

admin

Leave a Comment