Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પ્રેરણા 2024 ની પ્રેસ કોન્ફરન્સ ટેકનોલોજી ખાતે યોજાઇ…

દિવ્યાંગનો માટે એશિયાની સૌથી મોટી ઇવેન્ટ પ્રેરણા ઈમેન્સીપેશન જે એમ એસ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા 18 વર્ષથી યોજવામાં આવે છે. આ વર્ષે પ્રેરણા ઇવેન્ટ 19 માં વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહી છે. દિવ્યાંગજનોને પોતાની કોબી તથા કલાને પ્રસ્તુત કરવા પ્લેટફોર્મ પૂરું પાડતી ઇવેન્ટ પ્રેરણાને યુનેસ્કો તરફથી છ વખત પેટ્રોનેજ પ્રાપ્ત થયેલ છે. તથા લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ પોતાનું અભૂતપૂર્વ સ્થાન ધરાવે છે. આ ઉપરાંત પ્રેરણા ને વિશ્વવિખ્યાત નેતા નરેન્દ્ર મોદી તરફથી એપ્રિસિએશન લેટર પ્રાપ્ત થયેલ છે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તરફથી પણ તુબેચા પત્ર પ્રાપ્ત થયો છે. આ વર્ષે 21 અને 22 સપ્ટેમ્બર ના રોજ ધ ડાયરી ઓફ ઇન્વેસ્ટિગેટર્સ ફ્રોમ ક્લોઝ ટુ ટુથ. થીમ સાથે પ્રેરણના ઇવેન્ટ કલા ભવન ખાતે યોજાઇ રહી છે.

પ્રેરણા ઇવેન્ટ અલ્ફાઝ, આઘાઝ, ડી એ ઇવેન્ટ, ડી એ સ્પોર્ટ્સ વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરે છે અહીં અલ્ફાઝ એ મંચસ્થ મહાનુભવ એવા દિગજ દિવ્યાંગનો દ્વારા થતો મોટીવેશન ટોપ શો છે. જેમાં મુરલીકાંત પેટકર. સૌરભ ગઢવી તથા સમીર કક્કડ ને આમંત્રિત કરવામાં આવ્યા છે. 22 સપ્ટેમ્બર ના રોજ કલા ભવન ખાતે યોજવામાં આવી છે. 2024 માં રિલીઝ થયેલી તથા સૌને પ્રભાવિત કરી રહેલી ચંદુ ચેમ્પિયન ફિલ્મ જેમની બાયોગ્રાફી પર બનાવવામાં આવી છે તેવા મુરાલીકાંત પેટકર ભારતના પેરાએથલેટ અને ભારતના પ્રથમ પેરાલીપિક સુવર્ણચંદ્રક ધારક છે. આઘાઝ એ ડોનેશન ડ્રાઇવ છે. ડી એ ઇવેન્ટમાં મોટી સંખ્યામાં દિવ્યાંગનો હાજર હોય છે તથા તેઓ 40 થી વધુ પ્રતિયોગીતામાં ભાગ લે છે. ડીએ સ્પોર્ટ્સમાં પેરાલીન પીક રમતોનો પ્રદર્શન અનુભવી રમતોવિરો દ્વારા કરવામાં આવે છે. જેમાં પેરાટાઈપ કોન્ડો રમત રમવા છત્તીસગઢ થી ટીમ આવશે. પેરાસિટીંગ વોલીબોલ રમત રમવા સુરતથી ટીમ આવશે. જે 21 સપ્ટેમ્બર ના રોજ કલાભવન ખાતે યોજવામાં આવી છે.

ડીએ ઇવેન્ટ એ 21 અને 22 સપ્ટેમ્બર એમ બંને દિવસ યોજાશે. જેમાં 40 થી વધુ ઇવેન્ટ રાખવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ જનો હાજર રહે છે.

અનાથ બાળકો માટે પણ ક્રિકેટ કબ્બડી શૂટિંગ ચિત્ર સ્પર્ધા વગેરે જેવી રમતો રાખવામાં આવે છે.

આમ 40 થી વધુ રમતો ને તંત્રબંધ ગોઠવવા ઉપરાંત વિજેતાઓને પ્રેરણા ટીમ દ્વારા ઇનામ આપીને સન્માનિત કરવામાં આવે છે.

Related posts

વડોદરા શહેર કારેલીબાગ ખાતે આવેલ ખાસવાડી સ્મશાનમાં સુવિધાના અભાવના કારણે મૃતદેહ એક કલાક સુધી રઝળીયો

admin

વડોદરામાં 1 જાન્યુઆરીથી સિટી બસ સેવા બંધ થવાની શક્યતા

admin

વડોદરા સ્થિત NCCના નેવલ યુનિટ દ્વારા તમાકુ નિષેધ દિવસની ઉજવણી

admin

Leave a Comment