વડોદરા સ્થિત NCCના નેવલ યુનિટ દ્વારા તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરતા લોકોમાં જાગરૂકતા આવે તે માટે પોસ્ટરો અને પ્લેકાર્ડ લઈને સૂત્રોચાર કરતા પદયાત્રા યોજવામાં આવી. ત્યાર બાદ કમાટીબાગમાં નુક્કડ નાટકો ભજવવા માં આવ્યા હતા.
વિઓ : કોઈપણ રીતે તમાકુનું સેવન કરવું સામે ચાલીને મોતના મુખમાં જવું બરાબર છે. ત્યારે યુવા પેઢી તમાકુનું સેવન કરતા ન થાય તે માટે વડોદરાના નેવલ એનસીસી દ્વારા કમાન્ડિંગ ઓફિસર દિપક બહુગુણા ની અધ્યક્ષતામાં તમાકુ વિરોધ દિવસ નિમિત્તે લોકોમાં તમાકુના સેવન અંગે જાગરૂકતા આવે તે માટે પદયાત્રા યોજવામાં આવી.જેમાં એમ.એસ. યુનિવર્સીટી અને પારુલ યુનિવર્સીટીના 100થી વધુ વિધાર્થીઓ જોડાયા હતા. પડાયાત્રાના રૂટ પર સુત્રોચાર કરીને જાગરૂકતા લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા. કમાટીબાગ ખાતે પોસ્ટરો અને બેનરો સાથે બે વિવિધ વિષયોના નુક્કડ નાટક ભજવવામાં આવ્યા હતા.ત્યાર બાદ ઉપસ્થિત સહુએ તમાકુ અને તેના ઘટકોનું સેવન નહિ કરવાના શપથ લીધા હતા.

