ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સરદાર સરોવર ડેમ અને જંગલ સફારી પાર્કની મુલાકાત લીધી હતી. તેઓએ ડેમના નિર્માણની સંઘર્ષભરી ગાથા અને ટેક્નિકલ વિગતો મેળવી હતી. તેમજ જંગલ સફારી પાર્કના વિવિધ પ્રજાતિના પ્રાણી-પક્ષીઓ નિહાળ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને રાજ્યના પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ આ મુલાકાતમાં જોડાયા હતા. આ તકે SoU ના CEO યજ્ઞેશ્વર વ્યાસ, જંગલ સફારીના ડાયરેક્ટર બિપુલ ચક્રવર્તી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

