વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ મહાનગર પાલિકાની દબાણ શાખાએ શહેરમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની ઝુંબેશ ઉપાડી છે,જે સતત છ દિવસથી અવિરત ચાલી રહી છે,રોજે રોજ જુદા જુદા વિસ્તારમાં ત્રાટકતી દબાણ ટીમ આજે આજવા રોડ પર પર ત્રાટકી હતી.પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજવા રોડ પર સરદાર એસ્ટેટથી મહાવીર હોલ ચાર રસ્તા તરફના ગેરકાયદેસર દબાણોનો સફાયો બોલાવાયો હતો તેમજ બે ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.

