Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કચેરી ખાતે વિરોધ પ્રદર્શન

શહેરમાં આવેલ પુરના લીધે શહેરના નાગરિકોને પડેલ તકલીફો બાબતે શહેરનું તંત્ર અને શાસક પાર્ટીના હોદ્દેદારો નિષ્ફળ નિવડ્યા છે તે બાબતે આજરોજ શહેર કોંગ્રેસ દ્વારા કોર્પોરેશન કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું સાથે સાથે તેઓ દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં ફરીને ત્યાંના વેપારીઓ અને શહેરીજનોને મળી તેમને પડેલી આપદા માટે શહેરના હોદ્દેદારોના રાજીનામાંની માંગ સાથે સહી ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને નાગરિકો તેમજ વેપારીઓની સહીઓ લઈ તે આવેદન કલેકટર તેમજ ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે અને શહેરમાં થયેલ ગેર વહીવટના કારણે આવેલ માનવસર્જિત પુરના લીધે જે શહેરીજનોને તકલીફ વેઠવી પડી તે અંગે શહેરની કોર્પોરેશનને બરખાસ્ત કરી નવેસરથી ચૂંટણી યોજવામાં આવે તેવી માંગ કરાશે.

Related posts

વડોદરાના માંજલપુર ટી.પી રોડ અલવા નાકાથી બાહુબલી સર્કલ થી રેલ્વે ટ્રેક સુધીનો ડિવાઈડરની અધુરી કામગીરી

admin

લક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 24મા વર્ષે વિશાળ રક્તદાન શિબિરનું આયોજન

admin

માંજલપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય યોગેશ પટેલના જન્મદિવસ નિમિત્તે જાગનાથ મહાદેવના દર્શને

admin

Leave a Comment