રાજુભાઈ કરપડાના સમર્થનમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઊમટી પડ્યા.
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાનાં ગઢાદ ગામે કિશાન ક્રાંતિ સભાનું આયોજન ખેડૂત પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.
મુળી તાલુકાનાં ગઢાદ ગામે ‘કિસાન ક્રાંતિ સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું.આ સંમેલન એક પ્રકારે રાજુભાઈ કરપડાનું શક્તિ પ્રદર્શન બની રહ્યું હતું.આ સંમેલન દરમ્યાન જ મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા અને પક્ષ સામે પોતાનો રોષ વ્યક્ત કરીને રાજીનામાની જાહેરાત કરી હતી.કાર્યકરોએ વિરોધ કરી જણાવ્યું હતું કે પક્ષમાં જે રીતે અવગણના થઈ રહી છે તેનાથી નારાજ થઈને તેઓએ આ નિર્ણય લીધો છે.
ખેડૂતોની સભા – ખેડૂતો થકી – ખેડૂતોનો અવાજ” ના સૂત્ર સાથે આ મહાસભામાં ગુજરાતના ખેડૂતોનાં પ્રશ્નો માટે લડનારા કિસાન નેતા રાજુભાઈ કરપડાએ હુંકાર કરતાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી પોતાના કાર્યકરોને નથી સાચવી શકી એ ખેડૂતોનું હિત કેવી રીતે કરી શકે?વધુમાં તેમને જણાવ્યું હતું કે બોટાદ કડદાકાંડ બાદ મારી સાથે જેલવાસ ભોગવી રહેલા ખેડૂતો તેમજ મારી સાથે વિશ્વાસઘાત થયો એટલે આમ આદમી પાર્ટી સાથે છેડો પાડવો પડ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ફટકો પડ્યો છે.પક્ષના નેતા રાજુભાઈ કરપડાના રાજીનામા બાદ હવે તેમના સમર્થનમાં થાન,મૂળી અને ચોટીલા વિસ્તારનાં 200થી વધુ સક્રિય કાર્યકરોએ સામૂહિક રાજીનામા આપી દેતા આપમાં મોટું ભંગાણ સર્જાયું છે.ત્યારે ડેમેજ કન્ટ્રોલ કરવામાં આપ નિષ્ફળ છેલ્લા કેટલાક સમયથી રાજુભાઈ કરપડા અને પક્ષ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણને ખાળવામાં આમ આદમી પાર્ટીનું હાઈકમાન્ડ નિષ્ફળ રહ્યું હોય છે.રાજુભાઈ કરપડાના રાજીનામા બાદ પક્ષમાં ભંગાણ રોકવા માટે કોઈ આમ આદમી પાર્ટી નિષ્ફળ નીવડી છે.જેના પરિણામે આજે 200થી વધુ કાર્યકરોએ પક્ષ સાથે છેડો ફાડી દીધો છે.ચોટીલા સહિતના પંથકમાં આપની મજબૂત ગણાતી આમ આદમી પાર્ટી માટે આ સામૂહિક રાજીનામા બાદ હવે પક્ષ માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે.જેથી સ્થાનિક સ્તરે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
આ કિસાન ક્રાંતિ સભામાં રાજુભાઈ કરપડાએ જણાવ્યું હતું કે બોટાદ કડદકાંડની લડાઈમાં ક્યાંક ને ક્યાંક સફળતા મળી છે પરંતુ આવનારા સમયમાં બોટાદ માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોની જણસની ખરીદી થાય છે.પરંતુ ખેડૂતોની જણસ ખાલી કરવા માટે જે તે જીનના માલિકોના જીનમાં ખાલી કરવા જવું પડે છે.આવનારા સમયમાં ખેડૂતોની જળસ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જ ખાલી કરવામાં આવે તે માટેની લડાઇ લડવાની તૈયારી દર્શાવી હતી.
આ કિસાન ક્રાંતિ સભામાં રતનસિંહ ડોડીયા,અમૃતભાઈ મકવાણા સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઊમટી પડ્યા હતા.

