31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર સબજેલ ખાતે બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલયની બહેનો તેમજ બંદીવાન કેદી ભાઈઓની બહેનો દ્વારા બંધીવાન કેદી ભાઈઓને રક્ષા સુત્ર બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.

ભાઈ બહે ના પવિત્ર પર્વ એટલે રક્ષાબંધન પર્વની દેશ દુનિયામાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગુજરાત રાજ્ય જેલોના વડા દ્વારા બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિશ્વ વિદ્યાલયની બહેનોને જેલના બંધીવાન કેદી ભાઈઓને રક્ષાબંધન પર્વ નિમિત્તે રક્ષા સૂત્ર બાંધવા માટેની આપવામાં આવેલી મંજૂરી અંતર્ગત છોટાઉદેપુર સબજેલ ખાતે બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલયની બહેનો દ્વારા જેલમાં સજા ભોગવી રહેલા કાચા પાકા કામના બંદીવાન કેદી ભાઈઓને કુમકુમ તિલક કરી મો મીઠું કરાવી હાથે રાખડી બાંધી બહેનો દ્વારા બંધીવાન કેદી ભાઈઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી


છોટાઉદેપુરના બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના સંચાલિકા ડોક્ટર મોનિકા બેન દ્વારા જેલ અધિક્ષક ડી.કે. પરમાર ને તેમજ જેલ કર્મીઓ તેમજ જેલમાં સજા માં ભોગવી રહેલા કેદી ભાઈઓને રક્ષાબંધનનો આધ્યાત્મિક રહસ્ય સમજાવી અંતરીક સુરક્ષા માટે પરમાત્માનું ધ્યાન કરવા જણાવ્યું હતું. તેમ જ કુમકુમ તિલક કરી મો મીઠું કરાવી રાખડી બાંધીને પોતાના કોઈ વ્યસન કે કુટેવ ને છોડવા માટે આજના પવિત્ર દિવસે પરમાત્માને હાજર સમજીને સંકલ્પ લેવા જણાવવામાં આવ્યું હતું.

  આજના દિવસે જેલમાં સજા વગેરે કાચા પાકા કામના બંદીવાન કેદી ભાઈઓને તેમની સગી બહેનો દ્વારા જેલમાં ઉપસ્થિત રહી પોતાના ભાઈઓને કુમકુમ તિલક કરી રક્ષક સૂત્ર બાંધી વહેલી તકે જેલમાંથી મુક્ત થાય તે માટે તેઓને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે છોટાઉદેપુર સબ જેલના જેલ અધિક્ષક ડીજે પરમાર છોટાઉદેપુર બ્રહ્માકુમારી ઈશ્વરે ઈશ્વર વિધાલય સેન્ટરના સંચાલિકા ડોક્ટર મોનિકા દીદી જેલ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારના રેણધી ગામે રોડ ઉપરથી મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડીમાંથી કિ.રૂ.૫,૦૫,૯૨૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ…

admin

છોટાઉદેપુર જિલ્લાના રંગપુર સબ સેન્ટર મોટી સાઢલી ખાતે “ટીબી મુકત ભારત અભિયાન અંતર્ગત ” એક્ષરે નિદાન કેમ્પ યોજાયો.

admin

પાવી જેતપુર તાલુકાની સનરાઈઝ સાયન્સ સ્કુલના વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષાની રૂરલ આઈ.ટી ક્વિઝ માં ભાગ લીધો..

admin

Leave a Comment