જિલ્લાના વાઘોડિયાના ભાજપ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના ટ્રસ્ટ દ્વારા રવિવારે સમુહ લગ્નનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માટે બાંધવામાં આવેલા સ્ટેજ ઉપર દુષ્કર્મના આરોપી અને એક સમયના ધારાસભ્યના નીકટના કહેવાતા આકાશ ગોહિલનું સન્માન કરાતો અને સ્ટેજ ઉપર ડાન્સ સાથે નોટો ઉડાવતો વિડિયો વાયરલ થતાં ભાજપાની અસામાજિક તત્વો સામેની કાર્યવાહીની વાતોના ધજાગરા ઉડી ગયા છે.
વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના ટ્રસ્ટ દ્વારા રવિવારે આમોદર ખાતે સમુહ લગ્નનુ આયોજન કરવામાં આવ્યું હતું. અને સમુહ લગ્નની સમૂહ લગ્ન પૂર્વ સંધ્યાએ ડાયરો રાખવામાં આવ્યો હતો. આ આયોજિત ડાયરમાં દુષ્કર્મના આરોપી આકાશ ગોહિલનું તેના સાગરીતો દ્વારા સ્ટેજ પર ગુલાબનો હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.
એતો ઠીક આરોપી આકાશ ગોહિલે સ્ટેજ પર નાચતાં નાચતાં નોટો ઉડાવી હતી. હાલમાં આરોપી આકાશ ગોહિલ જામીન પર છે બહાર આવ્યો છે. જામીન ઉપર બહાર આવેલો આકાશ જાણે દુષ્કર્મના ગુનામાં નિર્દોષ છૂટીને આવ્યો હોય તે રીતે ખૂશી મનાવી રહ્યો હોય તેમ લાગી રહ્યું હતું.
ભાજપા માટે શરમજનક આ ઘટના અંગે વાઘોડિયા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ નારણભાઇ પટેલે જણાવ્યું હતું કે ભાજપ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થાના મુદ્દે ભાજપનું બેવડું વલણ જનતા સમક્ષ દેખાયું છે. મુખ્યમંત્રી આવ્યા તે સ્ટેજ પર દુષ્કર્મના આરોપીએ સ્ટેજ પર સન્માન કરાવી નોટો ઉડાડી કાયદાના ધજાગરા ઉડાવ્યા છે. જોકે, આ બધું ભાજપાના સાશનમા શક્ય છે. ગુના આચરો ભાજપાનો ખેસ પહેરીલો તમામ ગુના માફ થઇ જશે.

