37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ તાલુકાનો રવિ કૃષિ મહોત્સવ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતીમાં યોજાયો

સમગ્ર ગુજરાત માં આજરોજ રવિ કૃષિ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું


ડભોઇ તાલુકાનો રવિ કૃષિ મહોત્સવ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતમાં ડભોઇ સતરગામ પટેલ વાડી ખાતે યોજાયો હતો.જેમાં મોટી સંખ્યા માં ડભોઇ તાલુકા ના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.


કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ અમલ માં મુકવામાં આવી છે જે યોજનાઓ ની વિસ્તૃત માહિતી આ કાર્યક્રમ માં આપવામાં આવી હતી.સાથે જ ખેડૂતો દર વર્ષે ખેડૂતો ના ખાતા માં સરકાર દ્વારા રકમ આપવામાં આવે છે ઉપરાંત સરકારી યોજનાઓ અંતર્ગત ખેડૂતો ને ખેતી ના આધુનિક સાધનો આપવામાં આવે છે જે યોજનાઓ નો લાભ કઈ પ્રકારે ખેડૂતો ને મળે તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.સાથે સાથે જ નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે પણ સમજણ આપવામાં આવી હતી. અને ખેડૂતો સરકારી લાભો તેમજ સાધનો ની સહાય મેળવી પોતાની આવક બમણી કરે તે અંગે માહિતગાર કરવા હેતુ કૃષિ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા સાથે,મામલતદાર પી.આર.સંગાળા, પાલિકા પ્રમુખ બીરેનભાઈ શાહ,નાયબ પશુપાલન નિયામક વડોદરા ના ડો ધવલ માંડવીયા,મદદનીશ ખેતી નિયામક એમ.એચ.ચૌધરી,વેટનરી ઓફિસર નીરવ પટેલ,વિસ્તરણ અધિકારી શ્રીમતી એમ.ડી.રાઠવા, મીનાક્ષીબેન સહિત તામમ ખેતીવાડી ગ્રામસેવકો અને મોટી સંખ્યા માં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

વડોદરા શહેર પોલીસ હેડ કોટર પ્રતાપ નગર ખાતે શસ્ત્ર પૂજાનું આયોજન રાખવામાં આવ્યું

admin

ડભોઇ નગરપાલિકા દ્વારા ‘સ્વદેશી મેળાનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો.

admin

ઐતિહાસિક શ્રી સિદ્ધિવિનાયક મંદિરે માઘી ગણેશ જયંતિ નિમિત્તે જન્મોત્સવની ભવ્ય ઉજવણી

admin

Leave a Comment