33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

લોક વાદ્ય વાદન સર્ટીફિકેટ કોર્ષ બાબતે

ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફૉર્મિંગ આર્ટ્સના તબલા ડિપાર્ટમેન્ટ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી લોક વાદ્ય વાદનના કોર્સ સફળતાપૂર્વક ચાલી રહ્યા છે. આ કોર્સ લોકોમાં ભારે લોકપ્રિય થયો છે, ખાસ કરીને લોક વાદ્ય – તબલા, ઢોલ અને ઢોલકના પર્ફોર્મન્સ અને સંગીત ના શોખ ધરાવતા લોકો માટે આ કોર્સ ખૂબ જ લાભદાયી, રસપ્રદ અને ઉત્તેજક બન્યો છે.

આ કોર્સ કોરોના કાળ પછીના સમયગાળામાં શરૂ કરવામાં આવ્યો હતો ત્યારથી આજદિન સુધી વડોદરા ની કલાપ્રેમી જનતા માં આ કોર્સમાં નોંધણી માટે ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે. આ લોકપ્રિયતાનો મુખ્ય કારણ એ છે કે લોક વાદ્ય સંગીતના ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા તેમજ શોખ થી ગાયન વાદન કરતા વિદ્યાર્થીઓ માટે આ કોર્સ પ્રાયોગિક અને પ્રેરણાદાયક છે.

આ વર્ષે ફરીથી “સર્ટિફિકેટ કોર્સ ઓન એપ્લિકેશન ઓફ પર્કશન ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇન પોપ્યુલર મ્યુઝિક” માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વડોદરા ના લલિતકલા માટે રસ ધરાવતા ઉમેદવારોને આ તકનો લાભ લેવા માટે હર્દય પૂર્વક અનુરોધ કરવામાં આવે છે.

Related posts

11માં સમુહલગ્નોત્સવની તૈયારીના ભાગરૂપે કન્યાઓને પાનેતર વિતરણ કરાયું

admin

વડોદરાના સમા તળાવ પાસે ગમખ્વાર અકસ્માત : નશામાં ધૂત યુવાનોએ ઉભેલી કારમાં ઘૂસાડ્યું બાઇક

admin

વડોદરા સ્માર્ટ સિટીમાં આવેલ જંબુબેટ રામ વે પ્લાઝા ખાતે છેલ્લા કેટલાક સમયથી ઉભરતી ગટરોને લઈ સ્થાનિકો પરેશાન

admin

Leave a Comment