વડોદરા: સમા તળાવ વિસ્તારમાં મોડી રાત્રે બેફામ ગતિ અને નશાના સંયોજનને કારણે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. રાત્રીના સમયે સમા તળાવ નજીક એક સ્કોર્પિયો કાર પાર્ક કરેલી હતી, ત્યારે બાઇક પર સવાર બે યુવાનો એટલી હદે નશામાં ધૂત હતા કે તેમણે નિયંત્રણ ગુમાવ્યું અને પુરપાટ ઝડપે બાઇક સીધું ઉભેલી સ્કોર્પિયોમાં ધૂસાડી દીધું.આ અકસ્માતની અસર એટલી ભયંકર હતી કે બાઇક સવાર બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને શહેરની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી મુજબ, બે યુવાનો પૈકી એકની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટના ફરી એકવાર યુવા પેઢીમાં બેફામ વાહન હાંકવાની અને નશાખોરીની વધતી પ્રવૃત્તિઓ પર ગંભીર સવાલો ઊભા કરે છે. સમા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

