31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શ્રીજીની પ્રતિમા પર ઇંડા ફેંકતા ઝોન ચારના એન્ડુ મેકવાન સીટી પોલીસ મથકે પત્રકાર પરિષદ યોજાઈ

પાણીગેટ વિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ થયો હતો. 25 ઓગસ્ટની રાત્રે લગભગ 3 વાગ્યે, નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણેશજીની મૂર્તિ પર અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકવામાં આવ્યાં હતા. આ ઘટનાને કારણે સ્થાનિકોમાં રોષ ફેલાયો વડોદરા સિટી પોલીસ સક્રિય થઈ હતી. સિટી પોલીસ મથકના પી.આઈ. રાજેન્દ્ર ચૌહાણે જણાવ્યું કે, આ ઘટનાને ગંભીરતાથી લઈને અજાણ્યા શખસો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

તપાસ માટે એસીપી, ડીસીપી, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને એફએસએલની ટીમો કામે લાગી છે. સવારે 4 વાગ્યે જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી હતી અને તેમની પૂછપરછ ચાલી રહી છે. આરોપીઓને પકડવા માટે સીસીટીવી ફૂટેજની મદદ લેવામાં આવી રહી છે. જેને લઈ ઝોન ચાર ના એન્ડુ મેકવાન સીટી પોલીસ મથકે પત્રકાર પરિષદ યોજાઈ માહિતી આપી

Related posts

કુતરાને બચાવવા જતા એક કારમાં ભીષણ આગ લાગી

admin

ફતેગંજ પોલીસે પિસ્તોલ સાથે ફરતા બે કૂખ્યાતોને દબોચ્યા !

admin

વડોદરાના કેલનપુર થી કેવડિયા સુધી તંત્ર દ્વારા વૃક્ષો નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવી

admin

Leave a Comment