41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના સમા તળાવ પાસે ગમખ્વાર અકસ્માત : નશામાં ધૂત યુવાનોએ ઉભેલી કારમાં ઘૂસાડ્યું બાઇક

​વડોદરા: સમા તળાવ વિસ્તારમાં મોડી રાત્રે બેફામ ગતિ અને નશાના સંયોજનને કારણે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. રાત્રીના સમયે સમા તળાવ નજીક એક સ્કોર્પિયો કાર પાર્ક કરેલી હતી, ત્યારે બાઇક પર સવાર બે યુવાનો એટલી હદે નશામાં ધૂત હતા કે તેમણે નિયંત્રણ ગુમાવ્યું અને પુરપાટ ઝડપે બાઇક સીધું ઉભેલી સ્કોર્પિયોમાં ધૂસાડી દીધું.આ અકસ્માતની અસર એટલી ભયંકર હતી કે બાઇક સવાર બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને શહેરની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી મુજબ, બે યુવાનો પૈકી એકની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટના ફરી એકવાર યુવા પેઢીમાં બેફામ વાહન હાંકવાની અને નશાખોરીની વધતી પ્રવૃત્તિઓ પર ગંભીર સવાલો ઊભા કરે છે. સમા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Related posts

ડભોઈ તાલુકામાં જંગલી ભૂંડોનો આતંક પાક બચાવવા ખેડૂતો સાડી અને તારની વાડનો સહારો સરકાર નક્કર પગલાં લે તેવી માંગ

admin

‘તળાવ બચાવો, કાંસો બચાવો, પ્રકૃતિ બચાવો’ અંતર્ગત સેવાસી સહિતના કાંસો પરના દબાણો દૂર કરવાની માંગ સાથે ચાર ગામોના આગેવાનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર

admin

શ્રીજીની પ્રતિમા પર ઇંડા ફેંકતા ઝોન ચારના એન્ડુ મેકવાન સીટી પોલીસ મથકે પત્રકાર પરિષદ યોજાઈ

admin

Leave a Comment