32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
Uncategorized

દુર્ગાષ્ટમી નિમિત્તે પાદરા તાલુકાના રણુ મુકામે આવેલ માં તુળજાભવાની મંદિરે ધાર્મિક કાર્યક્રમો

શારદીય આસો નવરાત્રી ની અષ્ટમી છે એટલે માં નો પ્રાગટ્ય દિવસ જેને મહાઅષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે આઠમના દિવસે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રણુ મુકામે માતા તુળજાભવાની નું પ્રાચીન મંદિર આવેલું છે અહીં વહેલી સવારથી માંઇભક્તો મોટી સંખ્યામાં દર્શન પૂજન કરી રહ્યાં છે. અહીં સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ચંડીયાગનુ આયોજન કરવામાં આવ્યું છે. સાંજે શ્રીફળ હોમવામા આવશે. સાથે જ મહા આરતી યોજાશે ત્યારબાદ રાત્રે ભવાઇનો પણ કાર્યક્રમ યોજવામાં આવશે અને આખી રાત માંઇભક્તો માટે મંદિરમાં માતાના દર્શન માટે ખુલ્લા રહેશે તથા આવતીકાલે વિજયાદશમી દશેરાએ માતાના જવારાનુ ભક્તિમય તથા ધાર્મિક વાતાવરણ વચ્ચે વિસર્જન કરવામાં આવશે ત્યારે તમામ માંઇભક્તો શાંતિથી માં ના દર્શન પૂજન કરી શકશે તેવી તમામ વ્યવસ્થા મંદિર પ્રશાસન તરફથી કરવામાં આવી છે સાથે જ સૌને ચંડીયાગ તથા ભવાઇ માટે જાહેરઆમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, માં તુળજાભવાની એ રાજવી પરિવાર તથા મહારાષ્ટ્રીયન સમાજના કુળદેવી પણ છે અહીં નવરાત્રી દરમિયાન વડોદરા શહેર જિલ્લા ઉપરાંત મહારાષ્ટ્ર, મુંબઇ સહિત અન્ય રાજ્યોના માંઇભક્તો પણ દર્શનાર્થે અહીં આવે છે.

Related posts

રાષ્ટ્રીય એકતા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને ઉજાગર કરતી “એક ભારત આત્મનિર્ભર ભારત” પદયાત્રાના સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ

admin

તરસાલીના મહારાજા યુવક કલા કેન્દ્ર યુવક મંડળ દ્વારા છેલ્લા 41 વર્ષથી ગણપતિ ની સ્થાપના કરવામાં આવે છે ત્યારે ગણેશ સ્થાપનાના સાતમા દિવસે શ્રીજીને 56 ભોગનો અન્નકૂટ ધરવામાં આવ્યો

admin

Stratégies Probabilistes au IvyBet Casino

admin

Leave a Comment