વડોદરામાં ધીમેધીમે સ્થિતિ સામાન્ય બની રહી છે જોકે પૂરગ્રસ્ત વડોદરામાં પૂરના પાણી વચ્ચે ફરતા મગરોનો ભય પણ સતત ડરાવતો હતો,પૂરના પાણી વચ્ચે વડોદરામાં 4 દિવસમાં 24 જેટલા મગરોનું વિવિધ સંસ્થાઓ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.પૂરના પાણીમાં મગરોની હાજરી વચ્ચે વિવિધ સંસ્થાઓના ફોન સતત રણકતા રહ્યા હતા સાથે જ આ સંસ્થાના સભ્યો અને વનવિભાગના અધિકારીઓ અને કર્મકાહારીઓ પણ સતત ખડેપગે રહી મગરોથી લોકોને બચાવવા દિવસ રાત દોડતા રહ્યા હતા,ત્યારે સલામ છે આવી સંસ્થાઓ અને તેમાં સભ્યોને અવર વડોદરા તેમાં કાર્યને બિરદાવે છે.
previous post

