વડોદરામાં વિચિત્ર ઘટના સામે આવી છે,જેમાં બદલો લેવા માટે વાહનો સળગાવી દેવાયા હતા,વડોદરાના વારસિયા સંતકવર કોલોનીમાં એક મહિના અગાઉ જય વાધવાણી અને અરૂણ સરદાર વચ્ચે મજાક મસ્તી કરતા ઝઘડો થયો હતો,દરમિયાન આ ઝઘડાની અદાવત રાખી અરૂણ સરદારે રાત્રે સાડા ત્રણ વાગ્યે જય વાધવાણીના મોપેડ અને બાઈક સળગાવી દીધા હતા અચાનક વાહનોમાં આગથી નાસભાગ મચી હતી.આગ બુઝાવવા જતા જય વાધવાણીના પિતાને ઇજાઓ પહોંચી હતી આગની જાણ થતા જ ફાયર બ્રિગેડે આગ બુઝાવી હતી ત્યારબાદ પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ કરતા અરૂણ સરદારનો ભાંડો ફૂટ્યો હતો
next post

