Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના ઉભરતા ગાયકો તથા સંગીત પ્રેમીઓ માટે “Rise’n Shine” કાર્યક્રમનું આયોજન

રૂટુ એન્ટરટેઇનમેન્ટ અને સપ્તસુર પરિવારના સંયુક્ત ઉપક્રમે વડોદરાના તમામ નાના-મોટા ગાયકો માટે એક અદ્ભુત સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. “રાઈઝ એમ શાઈન” (Rise’n Shine) ના નામે યોજાનારો આ કાર્યક્રમ, કરાઓકે પર ગાતા કલાકારોને પોતાની ગાયકીને લોકો સમક્ષ રજૂ કરીને સંગીતની દુનિયામાં આગળ વધવાની ઉત્તમ તક પૂરી પાડશે. આ સાહસનો મુખ્ય હેતુ એ છે કે વધુમાં વધુ લોકો આ કાર્યક્રમમાં ભાગ લે અને સંગીત ક્ષેત્રે પ્રગતિ કરે. સ્પર્ધાનું માળખું અને ઈનામ આ કાર્યક્રમમાં કુલ ત્રણ પસંદગીના રાઉન્ડ રાખવામાં આવ્યા છે, જેમાં વડોદરાના સંગીતના અનુભવી અને જાણકાર જજ દ્વારા ગાયકોની પસંદગી કરવામાં આવશે.
સફળતા પૂર્વક તમામ રાઉન્ડ પાર કરી ગ્રાન્ડ ફિનાલે સુધી પહોંચનારા ગાયકોને એક અજોડ તક મળશે. તારીખ ૧૨ જાન્યુઆરી ના રોજ સર સયાજીરાવ નગરગૃહ ખાતે યોજાનાર છે વડોદરાના નામાંકિત ઓર્કેસ્ટ્રા અને પ્રોફેશનલ ગાયક કલાકારો સાથે ગાવાનો મોકો મળશે, જેનાથી તેઓને સંગીતની દુનિયામાં પ્રસિદ્ધ થવાની તક પ્રાપ્ત થશે. સંગીતને પ્રેમ કરનારા અને સંગીતક્ષેત્રે પોતાનું નામ બનાવવાની ઈચ્છા ધરાવતા વડોદરા ના તમામ કલાકારોને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રુદ્ર એન્ટરટેઇનમેન્ટ અને સપ્તસુર પરિવાર દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Related posts

વડોદરામાં સતત બીજા દિવસે લૂખા તત્વોના આતંકની ઘટના બની

admin

ડભોઈ અધૂરાં કામો અને પાણીની અછતથી લોકો ત્રાહિમામ,

admin

દર વર્ષની જેમ આ વર્ષે પણ આન બાન શાન સાથે 215 મો શ્રી વિઠ્ઠલનાથજી વરઘોડો વડોદરા ના રાજમાર્ગ ઉપર

admin

Leave a Comment