વડોદરા શહેર ના મનુભાઈ ટાવર ખાતે આવેલ ડૉ. હેડગેવાર જન્મશતાબ્દિ સેવા સમિતિ દ્વારા સંચાલિત સંકલ્પ ગુરુકુલમ UPSC-GPSC એકેડેમી દ્વારા નવી બેચના રજીસ્ટ્રેશની શરૂઆત કરવા તેમજ GPSC Class-1-2 ની પરીક્ષામાં બેસનાર ૫૦ થી વધુ વિદ્યાર્થીઓ માટે શુભેચ્છાસહ પરીક્ષાલક્ષી માર્ગદર્શન સેમિનારનું આયોજન અંગેની પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું
ડૉ. હેડગેવાર જન્મશતાબ્દિ સેવા સમિતિ દ્વારા સંચાલિત સંકલ્પ ગુરુકુલમ UPSC-GPSC એકેડેમી દ્વારા નવી બેચના રજીસ્ટ્રેશની શરૂઆત અને આગામી GPSC Class-1-2 ની પરીક્ષામાં બેસનાર ૫૦ થી વધુ વિદ્યાર્થીઓ માટે શુભેચ્છાસહ પરીક્ષાલક્ષી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
ડૉ. હેડગેવાર જન્મશતાબ્દિ સેવા સમિતિ દ્વારા સંચાલિત સંકલ્પ ગુરુકુલમ UPSC-GPSC એકેડેમી દ્વારા નવી બેચના રજીસ્ટ્રેશની શરૂઆત કરવામાં આવી છે. ફાઉન્ડેશનમાં 48, યુપીએસસીમાં48, જીપીએસસીમાં 48, એમ ત્રણેય મળીને બેચ દીઠ 48 જેટલા વિદ્યાર્થીઓની બેચ રહેશે.
ડૉ. હેડગેવાર જન્મશતાબ્દિ સેવા સમિતિ દ્વારા સંચાલિત સંકલ્પ ગુરુકુલમ દ્વારા સમાજના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના ઇચ્છુક તેજસ્વી બાળકોના ઉજવળ ભવિષ્ય માટે નિ:શુલ્ક ઉત્તમ શિક્ષણ પૂરું પાડવાનું કામ કરે છે. સંકલ્પ ગુરુકુલમ અસંખ્ય વિદ્યાર્થીઓ યુપીએસસી જીપીએસસી જેવી પરીક્ષાઓ સફળતાપૂર્વક પાસ કરી ચૂક્યા છે સમાજને કઈ ઉત્તમ અને શ્રેષ્ઠ આપવાના હેતુ સાથે વિદ્યાર્થીઓ આ સંસ્થામાં જોડાય છે અને સમાજને ઉત્તમ અને શ્રેષ્ઠ પ્રદાન કરે. આજે યોજાયેલ પત્રકાર પરિષદમાં સંકલ્પ ગુરુકુલમના પદ અધિકારી પ્રદીપ અગ્રવાલ, એમ.એસ યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના ડીન હરી કટારીયા, તથા સંસ્થાના અન્ય પદ અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

