ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે ડભોઈ તાલુકા ના સરપંચો સાથે સરપંચ સંવાદ પરિસદ નું આયોજન કરવામાં આવ્યું હતું.ડભોઈ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા,ડી.વાય.એસ.પી આકાશ પટેલ ,પી.આઈ કે.જે ઝાલા,જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ ,મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન સોલંકી શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે કાયાવરણ ના સરપંચ હિતેશભાઈ પટેલ તાલુકા માજી યુવા પ્રમુખ નિરવભાઈ પટેલ , ભાવેશ પટેલ . (નળા )ની ઉપસ્થિત માં સરપંચ સંવાદ પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું.તાજેતરમાં સમગ્ર રાજય સહિત ડભોઈ તાલુકા માં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં વિજેતા બનેલા સરપંચો અને સભ્યો માટે આ પરિસદ નું આયોજન કરવામાં આવ્યું હતું.પોલીસ ની રોજ બરોજ ની કામગીરી અને યોજનાઓ નો લાભ પ્રજા સુધી પહોંચે તે માટે સરપંચો માધ્યમ બને.અને ગ્રામ્ય વિસ્તારો માં જે કોઈ પણ બનાવ બને તેની જાણ સરપંચ ને પહેલા થતી હોય છે જેથી સરપંચો આવા કોઈ પણ બનાવ ની જાણ તાત્કાલિક પોલીસ ને કરે એ અંગે ની સમજણ સરપંચો ને આપવામાં આવી હતી. આ ઉપરાંત હાલ ગામમાં કઇ સુવિધાઓ ઉપલબ્ધ છે અને કંઇ સુવિધાઓ ની જરૂરિયાત છે તેનું ધ્યાન રાખીને ગામનો એકશન પ્લાન બનાવવા અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.ડભોઈ તાલુકા ના મોટા ભાગ ના સરપંચો આ પરિષદ માં હાજર રહ્યા હતા અને રજૂઆતો કરી હતી.જે રજૂઆતો નું ડભોઈ પોલીસ સહિત ધારાસભ્ય દ્વારા નિરાકરણ લાવવા ની ખાતરી આપી હતી.સાથે જ ડભોઈ ની ટ્રાફિક નીં સમસ્યા અંગે ડભોઈ પાલિકા પ્રમુખ બીરેનભાઈ શાહ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. જે નું સુખદ નિરાકરણ લાવવા પી.આઈ દ્વારા ખાતરી આપવામાં આવી હતી.

