ઉતરાણ પર્વ નિમિત્તે વડોદરા શહેરમાં સવિતા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તરફથી જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી હતી. પરિવાર ચાર રસ્તા પાસે હોસ્પિટલ દ્વારા વાહનચાલકોને ખાસ સુરક્ષા નેકબેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
દર વર્ષે ઉતરાયણ સમયે ચાઈનીઝ દોરા અને પતંગના દોરાથી ગળા કપાવાના અનેક બનાવો સર્જાતા હોય છે. આવા બનાવોમાં ગંભીર ઇજાઓથી લઈને મોત સુધીની પરિસ્થિતિઓ ઉભી થતી હોવાથી હોસ્પિટલ દ્વારા લોકોને સાવચેતી અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલ દ્વારા 5 હજારથી વધુ નેકબેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ વાહન ચાલકોને પતંગના દોરાથી થતા જોખમો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને સુરક્ષિત રીતે વાહન ચલાવવાની અપીલ પણ કરવામાં આવી હતી.
સવિતા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની આ પહેલને કારણે ઉતરાણ દરમિયાન અકસ્માતોમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

