31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે જિલ્લા સંકલન સમિતિની કામગીરી પર ગંભીર સવાલ ઉઠાવ્યા

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે જિલ્લા સંકલન સમિતિની કામગીરી પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે. કેતન ઇનામદારે સ્પષ્ટ કહ્યું છે કે તેઓ હવે સંકલન સમિતિની બેઠકમાં હાજર નહીં રહે.

ધારાસભ્ય કેતન ઇનામદારનો આક્ષેપ છે કે બેઠકમાં રજૂ કરાયેલા કામોના આજદિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. જેના કારણે તેઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. કેતન ઇનામદારે જણાવ્યું કે જિલ્લા સંકલન સમિતિની બેઠક હવે માત્ર એક ફોર્માલિટી બની ગઈ છે.
કલેક્ટરના અધ્યક્ષસ્થાને દર મહિના ત્રીજા શનિવારે યોજાતી બેઠકને ગંભીરતાથી લેવામાં આવતી નથી એવો પણ તેમણે આક્ષેપ કર્યો છે. અનેક વખત રજૂ કરાયેલા પ્રશ્નો આજ સુધી પડતર જ રહ્યા હોવાનું તેમનું કહેવું છે.થોડા દિવસ અગાઉ પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને આ મુદ્દે પત્ર લખ્યો હતો. કેતન ઇનામદારે સ્પષ્ટ કર્યું કે તેઓ આ નિર્ણયમાં એકલા નથી, પરંતુ સાથી ધારાસભ્યો સાથે ચર્ચા કર્યા બાદ આ અભિપ્રાય વ્યક્ત કર્યો છે.

Related posts

વડોદરા મહા નગર પાલિકા ખાતે સ્થાયી સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં વોર્ડ નંબર માં દક્ષિણ વિસ્તારમાં પાણીની સમસ્યા ઘણા સમયથી પાણીની ની નિરાકરણ માટે સ્થાયી સમિતિમાં મંજુર કરવામાં આવ્યું

admin

વઢવાણા સિંચાઇ કેનાલના કમાન્ડ એરિયાના ખેડૂતોને સિંચાઈ પાણી મેળવવા માટે મારવા પડતા વલખાં

admin

વડોદરાના સમાવ વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા નોકર દંપતિની સામે મકાનમાં ચોરીનો બનાવ બનતા સમા પોલીસે કલાકોમાં તેનો ભેદ ઉકેલ્યો છે.

admin

Leave a Comment