40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલી–પોઇચા: મહીસાગર નદીના બ્રિજ પરથી 42 વર્ષીય વ્યક્તિએ જાનલેણ છલાંગ લગાવી

વડોદરા જિલ્લાના સાવલી અને આણંદ જિલ્લામાં જોડતા મહીસાગર નદીના બ્રિજ પર આજે દુઃખદ બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ 42 વર્ષીય ઉજ્જવલ ઘનશ્યામભાઈ પટેલ, મૂળ સાવલી તાલુકાના નમિસરા ગામના, બાઈક લઈને બ્રિજ સુધી આવ્યા હતા.

બાદમાં તેમણે બાઈક રોકી બ્રિજ પર લગાવેલી લોખંડની રેલિંગ પર ચઢીને નદીમાં છલાંગ લગાવી દીધી. ઘટના બનતા ત્યાંથી પસાર થતા વાહનચાલકો અને લોકો ઉમટી પડ્યા અને તરત જ સાવલી પોલીસને જાણ કરવામાં આવી.

પોલીસે સ્થળ પરથી બાઈક અને સામાન તપાસતા મૃતકની ઓળખ મળી આવી હતી. સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. સ્થળ પર આવેલા મૃતકના કાકાએ જણાવ્યું કે ઉજ્જવલ લાંબા સમયથી બીમારીથી પીડાતા હતા અને એ જ કારણસર તેમણે આ રીતે જીવન અંત કર્યાનું પ્રાથમિક માનવામાં આવી રહ્યું છે.

Related posts

ઝઘડિયા જીઆઇડીસીમાં રેપ કેસની પીડિત 10 વર્ષની બાળકીનું હોસ્પિટલમાં મોત

admin

ડભોઇ આંગણવાડી મહિલાઓ દ્વારા રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

admin

વડોદરા શહેરના ઓલપાદરા રોડ પર આવેલા એબીએસ ટાવરમાં શોર્ટ સર્કિટથી A.C.ના કોમ્પ્રેસરમાં આગ લાગી

admin

Leave a Comment