180 ઘઉંની બોરીઓ સેલંબાના જાણીતા વેપારી નવનીત શાહના પુત્ર સચિન નવનીત શાહ ના ખાનગી ગોડાઉનમાં કરાતી હતી ખાલી ત્યારે ટેમ્પો ઝડપાયો
ટેમ્પો ચાલાક ટેમ્પો મૂકીને ફરાર થયો ,તંત્ર દ્વારા ઝડપાયેલા અનાજના જથ્થાને સિલ કરાયો
સાગબારાના મામલતદાર એ જણાવ્યું હતું કે તમામ જથ્થો સીઝ કરી તપાસ ચાલુ છે જે વ્યક્તિનું ગોડાઉન હતો તેનું નામ સચિન નવનીત શાહ હોવાનું જણાવ્યું છે
સેલંબાનો વેપારી વર્ષોથી સરકારી અનાજનો કાળો કારોબાર કરે છે છતાં સ્થાનિક કક્ષાએથી લઈને ગાંધીનગર સુધી કોઈપણ અધિકારી તેનો વાળ પણ વાંકો કરી શકે તેમ નથી
મફત મળતું સરકારી અનાજ ઓછા ભાવે લઈ ઊંચા ભાવે ટ્રકો ભરી અન્ય જિલ્લાઓમાં અને મહારાષ્ટ્ર સુધી લોટ ફેક્ટરીઓમાં પણ વેચાણ કરનાર એ વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરવા લોકમાગ
ભરૂચના પત્રકાર ગૌતમ ડોડીયા એ ફરિયાદ આપતા સાગબારા મામલતદારે કાર્યવાહી કરી

નર્મદા જિલ્લામાં સરકારી અનાજનો સૌથી વધુ કાળો કારોબાર જો ક્યાંક ચાલતો હોય તો તે સાગબારા તાલુકાના સેલંબા ખાતે ચાલે છે. અહીંનો એક વેપારી વર્ષોથી સાગબારા સહિત નજીકના ડેડીયાપાડા, સુરત જિલ્લાના ઉમરપાડા, સોનગઢ, કુકરમુંડા, નિઝર અને મહારાષ્ટ્ર રાજ્યના અક્કલકુવા સહિતના અનેક તાલુકાઓમાંથી સરકારી અનાજનો જથ્થો ગરીબોના મોઢા માંથી છીનવી લઈને બે નંબરમાં ઓછી કિંમતે ખરીદી કરી ને ઊંચી કિંમતે સુરત,નવસારી જેવા વિસ્તારોમાં મમરા,પૌવા બનાવતી ફેક્ટરીઓમાં ખુલ્લેઆમ સપ્લાય કરે છે સે ઉપરાંત હાલમાં મહારાષ્ટ્રના તલોદા સહિત બીજી ફ્લોર મિલોમાં પણ ઘઉંનો જથ્થો પૂરો પાડવામાં આવે છે છતાં નર્મદા, ભરૂચ ,તાપી કે પછી સુરત અને નવસારી જિલ્લા નું પ્રશાસન કે પછી ગાંધીનગરના અધિકારીઓ પણ તેનું કઈ બગાડી શકતા નથી તેની પાછળ શુ કારણ છે તે તો પ્રશાસન જ જાણે ? રાત દિવસ કાળી મજૂરી કરીને ભેગા કરેલા રૂપિયા થી જો ગરીબો ને મફત કહો કે પછી સસ્તા ભાવે સરકારી અનાજ ખરીદી શકતા ન હોય તો પછી ગરીબો માટે સરકારી અનાજનું વેચાણ કરાતું કેમ હશે ? શુ આવો કાળો કારોબાર કરવા ?
ત્યારે ગઈકાલે આવા જ સરકારી અનાજના જથ્થા ને સગેવગે કરી રહેલ એક ટેમ્પો સાગબારા તાલુકાના સેલંબા ખાતે એક વેપારી કે જે વર્ષોથી સરકારી અનાજનો બે નંબરનો ધંધો કરે છે તેના ગોડાઉનમાં ખાલી કરતા રંગેહાથ ઝડપાઈ જવા પામ્યો છે.જેના કારણે હાલ તો સરકારી અનાજ ના કાળા બજાર કરતા નાના મોટા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.સરકારી અનાજનો જથ્થો સગેવગે કરાઈ રહ્યાની ફરિયાદ કરનાર જાગૃત પત્રકાર ગૌતમકુમાર જીવણલાલ ડોડીયા રહે. ભરૂચનાઓ એ ફરિયાદ કરી હતી.
ફરિયાદ માં જણાવ્યા મુજબ તેમને બાતમી મળેલ કે, સાગબારા તાલુકા માં સરકારી અનાજ સગેવગે કરવાનું કોભાંડ ચાલી રહયુ છે, જે બાતમીના આધારે સેલંબાના પાંચપીપરી રોડ ખાતે આવેલ એક ગોડાઉનની પાછળના ભાગે તપાસ કરતાં ત્યાં ટેમ્પો નં.GJ .22.T- 1181 ઉભો હતો. આ ટેમ્પામાં સરકારી ઘઉં નો જથ્થો ઉતારીને ટેમ્પાની સામેના ગોડાઉનમાં ખાલી કરાતો હતો.એ જોઈને અમે તાત્કાલિક સાગબારા મામલતદાર ને ટેલીફોનીક ફરિયાદ કરતા ત્યાંના સર્કલ ઑફિસર અન્ય સ્ટાફ સાથે આવ્યા અને ત્યાં તપાસ કરતા ટેમ્પો માલિક/ચાલક ટેમ્પો મૂકી નાશી છૂટયા હતા.

ગોડાઉન અને ટેમ્પો માં અધિકારી એ તપાસ કરતા બંને જગ્યા પરથી કુલ ૧૦૦ ક્વિન્ટલ સરકારી ઘઉં નો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ ચાલતું હોવાનું જોવા મળ્યું અને એને અધિકારી એ પકડી પાડ્યું હતું.
સરકારી અનાજ સગેવગે કરનાર વ્યક્તિઓ ઘઉંના કંતાન પર સરકારી લેબલ હોવાથી તેને ઉલ્ટા કરી લેબલ અંદર ના ભાગે કરી ઘઉંનો જથ્થો ભરતા હતા. આ ટેમ્પો સરકારી અનાજ જાહેર વિતરણ કરતો હોવાના પણ અંદરથી પુરાવા મળી આવ્યા છે, ટેમ્પો માં જીપીએસ લાગેલું છે પણ એ બંધ છે કે ચાલુ તે જાણી શકાયું નથી. આ ટેમ્પો સરકારી અનાજ ભરી ને ક્યાં ક્યાં ગયો છે તેની તપાસ માટે સીસીટીવી કેમેરા ચેક કરવા પણ ફરિયાદ માં જણાવ્યું છે. આ કૌભાંડ માં સરકારી અધિકારીઓની પણ સંડોવણી હોવાની શંકા લાગી રહી હોવાનું ફરિયાદ માં જણાવ્યું છે.
આ સરકારી અનાજ આપતા ટેમ્પો નો પરવાનો રદ કરવા પણ ફરિયાદી એ માંગણી કરી છે. તો શું આ લાખો નું સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડ માં અધિકારી તટસ્થ તપાસ કરી વર્ષો થી આ વેપલો કરતા સ્થાનિક વેપારી સામે કડક કાર્યવાહી કરશે કે પછી અધિકારી પોતાના અંગત ફાયદા માટે ભીનું સંકેલશે તે પણ એક પ્રશ્ન છે વેપારીને 40 વર્ષથી એક ચક્રી શાસન છે

સરકારી અનાજ સગેવગે કરવાનો આ ધંધો ઘણા વર્ષોથી નવનીત શાહ ના પુત્ર સચિન નવનીત શાહ નામના સ્થાનિક વેપારી કરી રહ્યો છે જેને સમગ્ર વિસ્તારમાં લોકો ઓળખે છે અને જગજાહેર છે ત્યારે એ ઉચ્ચ અધિકારીઓ સુધી હપ્તા આપતો હોવાથી એ વેપારીઓ ક્યારેય વાળ વાંકો થયો નથી અને બિન્દાસ બેરોકટોક આ ધંધો કરતો આવ્યો છે ત્યારે તેની ઉચ્ચ કક્ષાએ થી વિજિલન્સ તપાસ જરૂરી છે.તો શું આ વેપારી સામે વિજિલન્સ તપાસ થશે ખરી કે પછી બધું સમેટી લેવાશે તેવા વેધક પ્રશ્નો લોકો પૂછી રહ્યા છે
બોક્સ 2 આ બાબતે સ્થાનિક મામલતદાર સાગબારા શૈલેન્દ્ર સિંહ નિઝામા ને પૂછતાં તેમણે જણાવ્યું હતું આ બાબતની એક ફરિયાદ અમને મળતા અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કર્યો અનાજ નો જથ્થો સરકારી અનાજના ગોડાઉનમાં આ જથ્થો પહોંચાડી ગોડાઉન માલિક સચિન નવનીત શાહને પણ નોટિસ આપી છે અને ટેમ્પાની પણ તપાસ ધરાઈ છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને કલેક્ટરને પણ આ અંગે રિપોર્ટ સબમિટ કરવામાં આવશે


