Genius Daily News
Uncategorized

વડોદરામાં ઇમરજન્સીની પરિસ્થિતિ વચ્ચે ચીફ ફાયર ઓફિસરે પીધેલી હાલતમાં કર્મચારીને માર માર્યો હોવાના ગંભીર આક્ષેપો

વડોદરામાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર પાર્થ બ્રહ્મભટ્ટ વિવાદમાં આવ્યા છે.કર્મચારીને બેરહેમી પૂર્વક માર મારવામાં આવતા તેને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

વડોદરામાં પૂર જેવી પરિસ્થિતી વચ્ચે તેમણે સ્ટેશન ફાયર ઓફીસરને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. કર્મચારીને બેરહેમી પૂર્વક માર મારવામાં આવતા તેને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં સીટી સ્કેન સહિતના રિપોર્ટસ કરાવવામાં આવી રહ્યા છે. કર્મચારીએ રડમસ અવાજે વેદના વ્યક્ત કરતા મીડિયાને કહ્યું કે, હું પગે લાગી લાગીને કહેતો હતો કે, સાહેબ મને ના મારશો. છતાં ય તેમના હોદ્દાના નશામાં ચૂર થઇને મને બહુ માર્યો. સમગ્ર ઘટનાક્રમ અંગે ફાયર વિભાગના પીડિત કર્મચારીએ મીડિયાને જણાવ્યું કે, મારૂ નામ ઠાકોર અમરસિંહ અક્ષયભાઇ છે. હું જીઆઇડીસી ફાયર બ્રિગેડમાં ફરજ બજાઉ છું. એનાઉન્સમેન્ટ કરવાનું હોવાથી મને બદામડી બાગ બોલાવવામાં આવ્યો હતો. એનાઉન્સમેન્ટ કરવાનું હતું એટલા માટે હું ગાડી લઇને આવ્યો હતો. ત્યાં ચીફ ફાયર ઓફીસર અતિશય દારૂ પીધેલી હાલતમાં હતા. ત્યાં જેમ તેમ ગાળો બોલીને મને માર મારતા જીઆઇડીસી સુધી લાવ્યા. મારો કોઇ વાંક ન્હતો. તેમણે કાચની સોડાની બોટલ મારી, મારો કોઇ વાંક ન્હતો. તેમને હતું કે, અમે જલ્દી કેમ ના આવ્યા, અમે ટ્રાફીકના હિસાબે અમારી રીતે પહોંચ્યા હતા. પણ બીજા કારણોસર મને ખુબ માર્યો. તેઓ ફુલ નશાની હાલતમાં હતા. વધુમાં તેમણે જણાવ્યું કે, મારી માંગ છે કે, મને ન્યાય મળવો જોઇએ. સાહેબનું આ પહેલી વખત નથી. પહેલા મને માર ન્હતો માર્યો, પણ ગાળો બોલીને વિચીત્ર વર્તન કર્યું હતું. કમિશનર સાહેબને આવેદન પત્ર આપીશ. મને બહુ ગંભીર રીતે માર્યો છે. મેં હાથ જોડીને કહ્યું કે, મારા નાના છોકરાઓ છે, સાહેબ મને ના મારશો. છતાં તેમણે બંધ કર્યું નહીં. એક આંખમાં મને ઓછુ દેખાય છે. હું પગે લાગી લાગીને કહેતો હતો કે, સાહેબ મને ના મારશો. છતાં ય તેમના હોદ્દાના નશામાં ચૂર થઇને મને બહુ માર્યો. બહુ માર્યો તેની કોઇ હદ નહીં. તમામ કર્મચારીઓની હાજરીમાં માર માર્યો છે. આ મામલે કડક કાર્યવાહી થવી જોઇએ. મારે નાના છોકરા છે, હું ઓન ડ્યુટી હતો, મને માર મારવો ના જોઇએ વડોદરાના ચીફ ફાયર ઓફિસરે ફાયર જવાનને ઢોર માર મારતા સારવાર હેઠળ

Related posts

ચુડાનાં મોજીદડમાં ગણેશચતુર્થીનાં તહેવારની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી.

admin

Insights stratégiques sur les chances pour des quêtes victorieuses au GreatWin Casino

admin

એસએસજીમાં સારવાર લઇ રહેલા 65 વર્ષીય દર્દીએ બારીમાંથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો

admin

Leave a Comment