વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (એમ.એસ. યુનિવર્સિટી)માં સફાઈ વ્યવસ્થા મુદ્દે ગંભીર બેદરકારી સામે આવી છે. યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં ગંદકીનો ભરમાર જોવા મળતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે.
સફાઈ અને સ્વચ્છતા બાબતે પગલાં લેવામાં આવે તે માટે NSUI વિદ્યાર્થી સંગઠન દ્વારા આર્ટસ ફેકલ્ટીના ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી વિભાગમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સંગઠનના કાર્યકરોએ જણાવ્યું હતું કે લાંબા સમયથી ફેકલ્ટીમાં સફાઈની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે વિદ્યાર્થીઓ અને સ્ટાફને મુશ્કેલી પડી રહી છે.
NSUIએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો વહેલી તકે સફાઈના મુદ્દે યોગ્ય કામગીરી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ મામલે યુનિવર્સિટી પ્રશાસન તરફથી શું પગલાં લેવામાં આવે છે તે તરફ તમામની નજર છે.

