27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇમાં ત્રણ વર્ષ સેવા બાદ સુરત બદલી પામેલા ફોરેસ્ટ અધિકારીને ભાવભીની વિદાય

ડભોઇ ખાતે ત્રણ વર્ષ ફરજ બજાવી સુરત ખાતે બદલી પામેલ ફોરેસ્ટ અધિકારી ને મોમેન્ટો અને ફૂલોના બહુમાન સાથે વન વિભાગ પરિવારે વિદાય આપી હતી.

ડભોઇ રેન્જ વન વિભાગ માં છેલ્લા ત્રણ વર્ષથી ફોરેસ્ટ અધિકારી તરીકે ફરજ બજાવતા જીતેન્દ્રભાઈ બારોટ ને બદલે સુરત ખાતે થતા વન વિભાગ રેંજના અધિકારી કલ્યાણીબેન ચૌધરી ના અધ્યક્ષ સ્થાને પરિવાર દ્વારા તેઓનું મોમેન્ટો આપી પુષ્પોથી બહુમાન કરીને વિદાય આપવામાં આવી હતી

વિદાય લેતા જીતેન્દ્રભાઈ બારોટે ડભોઇ રેન્જ ખાતે પોતાને ત્રણ વર્ષની સેવા કાળ દરમિયાન બજાવેલી કામગીરી અંગે સ્ટાફે જે સાથ સહકાર આપ્યો હતો તેઓ તમામનો આભાર માન્યો હતો અને સરકારી નોકરીમાં ત્રણ પ્રકારના પડાવ આવતો હોય છે જેમાં બદલી બઢતી અને નિવૃત્તિ અંગે જાણકારી આપી સ્ટાફ સાથે સામુહિક ફોટો પડાવ્યો હતો.

Related posts

પોલીસ ભવનની નજીકમાં જ મોલની સર્વિસ રોડ પર ધોળા દિવસે તસ્કરોએ કારને નિશાન બનાવી CCTV સામે આવ્યા

admin

ધોરણ-6 માં અભ્યાસ કરતી કિશોરીની ટ્યુશન ક્લાસના શિક્ષકે કર્યા શારીરિક અડપલા

admin

ડભોઇ તાલુકાના ધરમપુરી ગામમાં લાખોના ખર્ચે બનેલી પાણીની ટાંકી 13 વર્ષથી ધૂળ ખાય છે

admin

Leave a Comment