Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના રાવપુરા પોસ્ટ ઓફિસ નજીક વૃક્ષ ધરાશયી થતાં કેટલાક વાહનોને નુક્સાન

વડોદરા શહેરના રાવપુરા પોસ્ટ ઓફિસ નજીક વૃક્ષ ધરાશયી થતાં કેટલાક વાહનોને નુક્સાન, ફાયરબ્રિગેડ ની ટીમે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી

વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા રાવપુરા જીપીઓ પાસેના સૂર્યનગર બાગમાં આવેલ એક જૂનુ તોતિંગ વૃક્ષ વરસાદમાં ધરાશાયી થયું હતું જેના કારણે નીચે ઉભેલા એક અનિલ નામના યુવકને સામાન્ય ઇજા પહોંચી હતી તથા અહીં જીપીઓ ખાતે આવેલા કેટલાક લોકોના વાહનો દબાયા હતા. વૃક્ષ રસ્તા વચ્ચે પડતાં અહીં ટ્રાફિક જામ સર્જાયો હતો. સમગ્ર ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ થવા પામી ન હતી પરંતુ વાહનોને નુક્સાન થયું હતું તથા એક વ્યક્તિ ને કરંટનો ઝટકો લાગ્યો હતો. જો કે આસપાસના લોકો તથા ફાયરબ્રિગેડ ની ટીમે ઘટનાસ્થળે પહોંચી પડી ગયેલા વૃક્ષને કાપીને દૂર કરવાની તથા દબાયેલા વાહનો બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હોવા છતાં વડોદરા મહાનગરપાલિકા નું પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગ દ્વારા તોતિંગ વૃક્ષોની છટણી કરવાની તસ્દી લીધી ન હોવાથી આ રીતની ઘટના બની હોવાનું લોકમુખે ચર્ચા થઈ રહી છે

Related posts

વડોદરા શહેરમાં પ્રિ મોન્સુન કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો

admin

20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે જસ્ટ કોલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચકલીના ઘરનું વિતરણ કરાયું

admin

ડભોઈ તાલુકાના તરસાણા ગામે ગેબનશા પીર દરગાહ ના ઉર્સ પ્રસંગે શ્રદ્ધાળુંઓએ હાજરી આપી

admin

Leave a Comment