Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શ્રી ગણેશ મિત્ર મંડળ દ્વારા શ્રીજીની સ્થાપનાના રજત જયંતી મહોત્સવની ઉજવણી

વડોદરા શહેરના રાજમહેલ રોડ સ્થિત દયાળભાઉના ખાંચામાં શ્રી ગણેશ મિત્ર મંડળ દ્વારા શ્રીજીની સ્થાપનાના રજત જયંતી મહોત્સવની ઉજવણી

હાલ સમગ્ર સંસ્કારી નગરી વડોદરા શહેર શ્રીજીમય બન્યું છે ત્યારે શહેરના રાજમહેલ રોડ સ્થિત દયાળભાઉના ખાંચામાં આ વર્ષે શ્રીજીની સ્થાપનાના 25મા વર્ષે રજતજયંતી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે.અહી વર્ષ 2001 થી દર વર્ષે અલગ અલગ થીમ આધારિત શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે જેમાં દેશભક્તિ, ઐતિહાસિક, ધાર્મિક તથા સમાજને કોઇક ને કોઇક સારો સંદેશો આ થીમો આધારિત આપવામાં આવ્યો છે ત્યારે આ વર્ષે રજત જયંતી મહોત્સવ નિમિત્તે શ્રીજીને ભગવાન વિષ્ણુ સ્વરૂપ સાથે શણગાર કરવામાં આવી રહ્યો છે સાથે જ પ્રતિદિન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.શ્રી ગણેશ મિત્ર મંડળ ના તમામ સભ્યો દ્વારા એકતાના પરિચય સાથે શ્રીજીની પ્રતિમા ની પસંદગી,થીમ, ડેકોરેશન, તથા આગમન થી વિસર્જન સુધી ખૂબ મહત્વની સેવા આપવામાં આવી રહી છે આ રજતજયંતી મહોત્સવ એ એકતા, શ્રીજીની સ્થાપના તથા ઉજવણીના 25 વર્ષને મનાવી રહ્યું હોવાનું મંડળના આગેવાન દેવાંગ પટેલે જણાવ્યું હતું.

Related posts

Avient Material India Pvt. Ltd. કંપનીમાં કામદારોનો હંગામો દ્વારા ભારે હંગામા સાથે વિરોધ પ્રદર્શન

admin

વરસતા વરસાદમાં પાલિકાના દક્ષિણ ઝોન ના અધિકારીઓ દ્વારા ડામર પાથરવાની કામગીરી

admin

રોડ સાંકડો થતાં ટ્રાફિકની સમસ્યા સર્જાઇ વગર વરસાદે વધુ એક ભૂવો, બાપોદ પાસે ભૂવામાં ટ્રક ફસાઈ

admin

Leave a Comment